Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ચોટીલાના પરબડીની સીમમાં પવનચક્કીની લાઇનમાં વિજ શૌકથી મોરના મોત થતા આંદોલનની ચિમકી

ચોટીલા તા. ૨૯: ચોટીલા વીછીયા તાલુકાનાં બોર્ડર ઉપરનાં બે ગામની સીમમાંથી પસાર થતી પવન ચક્કીની વિજ લાઈનમાં રાષ્ટ્રીય પક્ષી મોરનાં મોત નિપજતા સ્થાનિકોમાં કંપની સામે વિરોધનો સુર ઉઠેલ છે અને મોતના મામલે વન્ય તંત્ર એ દોડી જઇ તપાસ હાથ ધરેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાના પરબડી ગામની સીમમાં પવન ચક્કીની વિજ લાઈનમાં શોર્ટ ને કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મોથ થયા અંગેની જાણ સ્થાનિકોએ કરતા ચોટીલા વન વિભાગ સ્થળ ઉપર દોડી ગયેલ હતું અને આ અંગે લોકમિત્રા ઢેઢૂકીનાં સ્થાનિકોએ અહીંયા પક્ષી અવાર નવાર મરે છે અને ખાનગી રાહે કોન્ટ્રાકટ બેઇઝ થી કંપની સાથે કામ કરનાર કેટલાક આવા પક્ષીઓનાં મૃતદેહ અહીંયા થી છાનાછુપના બારોબાર લઈ જાય છે તેવી માહિતી આપતા વન વિભાગ ચૌકી ઉઠેલ છે.

ચોટીલા આર એફ ઓ રોજાસરા સહિત વન્ય કર્મીઓ પરબડીની સીમમાં કરેલ બુટ પેટ્રોલીંગમાં એક મોર નો સંપૂર્ણ મૃત દેહ તેમજ લાઇન ઉપર લટકતા બે મૃતક મોરનાં અવશેષો જોવા મળતા કંપનીનો સંપર્ક કરતા તેના ખાનગી સિક્યોરિટીનું કામ કરનાર દોડી આવેલ અને લાઇન બંધ કરાવી કંપનીનાં માણસો હસ્તક બંન્ને મૃગ્ય ચીંન્હ અને એક સંપૂર્ણ બોડી પંચરોજકામ કરી કબજે લઇ વન્ય કાયદા મુજબ કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી છે

સ્થાનિકોએ અસંખ્ય પક્ષી મરતા હોવાનાં પુરાવા રૂપી ફોટાઓ અને કંપની સાથે સંકળાયેલા કેટલાક ખાનગી વાહનોમાં આવા મૃતદેહ નો નિકાલ કરતા હોવાનો આક્ષેપ કરેલ છે જ્યારે આજે પણ કંપની દ્વારા વન વિભાગને મોતને ભેટેલ પક્ષી અંગે જાણ કરેલ નોહતી તે સંદેહ જનક છે.

ચોટીલા નેચર કલબ અને વાઇલ્ડ લાઇફ લવર્સ દ્વારા વન વિભાગ અને જીલ્લા પ્રશાસનને પક્ષીઓનાં મોતના મામલે ન્યાયિક તપાસ કરવા અને તાર ઉપર જરૂરી લીકવીડ ના લગાડાય અને કંપની જવાબદારી પુર્વક વાઈલ્ડ એકટ અને વન્ય એકટના પાલનની બાહેંધરી આપે ત્યાં સુધી આ લાઈનમાં પાવર સપ્લાય બંધ રાખવા માંગ કરેલ છે અને આ અંગે ઘટતુ નહી કરાય તો ના છુટકે આંદોલનની ફરજ ની ચીમકી આપેલ છે.

(12:00 pm IST)