Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જામજોધપુર શ્રી સ્વામિનારાયણ મંદિરે કાલે ચતુર્થ પાટોત્સવઃ પૂજન-અભિષેક-શાકોત્સવ

રાજકોટ તા.૨૯: : શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અને પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી તેમજ કવિ સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજીના કૃપાપાત્ર શિષ્ય અક્ષરધામસ્થ પ.પુ.ગુરુદેવ સદગુરુ શાસ્ત્રી ભગવતચરણદાસજી સ્વામીના આર્શિવાદથી શ્રી સ્વામીનારાયણ મંદિર જામજોધપુરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવનો ચતુર્થ પાટોત્સવ તા. ૩૦ને વસંત પંચમી ગુરૂવારના રોજ પાટોત્સવનું આયોજન દિવ્ય આર્શિવાદ ગુરૂદેવ સદગુરૂ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવંતચરણદાસજી અને દિવ્ય સ્મૃતિ - મહામુકતરાજ શ્રી દેવુભગતજી (જય સીયારામ) રાણાકંડોરણાવાળામાં કરાયુ છે.

આ પ્રસંગે  કથામૃતનો અલભ્ય લાભ લેવા તેમજ અભિષેક , પુજન , અન્નકુટ દર્શન , શાકોત્સવ સદગુરૂ સંતોના  આર્શિવાદ એવમ ભોજન  પ્રસાદનો  અલભ્ય લાભ લેવા શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી મહંતશ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર , ભુપેન્દ્ર રોડ  રાજકોટ તથા શ્રી સ્વામીનારાયણ મંદિર તથા સમસ્ત સત્સંગ સમાજ વતી કોઠારી સ્વામી શ્રી જગતપ્રકાશદાસજી , શ્રી સ્વામીનારાયણ મંદિર જામજોધપુર સ્નેહભર્યુ, પ્રેમભર્યુ આત્મીય નિમંત્રણ પાઠવે છે.

સભાના અધ્યક્ષ સ્થાને  કોઠારી સ્વામી શ્રી દેવનંદનદાસજી, ટ્રસ્ટી સભ્યશ્રી જુનાગઢ તેમજ અતિથી વિશેષ  સંતવૃદ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમપ્રકાશદાસજી પ્રમુખશ્રી સત્સંગ સભા તેમજ વિશેષ ઉપસ્થિતી કોઠારી સ્વામી શ્રી હરિચરણદાસજી રાજકોટ, શાસ્ત્રીસ્વામી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી મહંતશ્રી વડતાલ, તથા કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી રાજકોટ, કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી મહંતશ્રી બાલાજી રાજકોટ આ પ્રસંગે ખાસ હાજરી આપશે.

કાર્યક્રમની રૂપરેખા જળયાત્રા તા. ૨૯/૧/૨૦૨૦ બુધવાર સાંજે ૫:૦૦ કલાકે , પાટોત્સવ તા. ૩૦/૧/૨૦૨૦ ગુરૂવાર સવારે ૭:૦૦ કલાકે આરતી, સવારે ૮:૦૦ થી ૯:૩૦ શ્રી ઘનશ્યામ મહારાજનું પૂજન અભિષેક , સવારે ૯:૩૦ થી કિર્તન ૧૧:૩૦ કિર્તન ભકિત અને સંતોના આર્શિવાદ , બપોરે ૧૧:૩૦ થી ૧૨:૦૦ અન્નકુટ દર્શન તથા આરતી બપોરે ૧૨:૦૦ થી ૧૨:૩૦ શાકોત્સવ પ્રસાદ. પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી ખોડીદાસભાઇ આર.ધામેચા લંડન પુજા વિધી શાસ્ત્રી શ્રી હરેન્દ્રભાઇ ત્રિવેદી તોરી વાળા કરાવશે. લોએજ કુંડળ, ફરેણી જેતપુર, રાજકોટ, પીપલાણા, છારોળી, હરિયાણા , ધોરાજી, વંથલી , પોરબંદર, જુનાગઢ, ગોંડલ, દ્વારકા, ઉના, હરદ્વાર, વડાલ, માણાવદર, વિસાવદર , વડીયા, અંકલેશ્વર , ઉના કાલાવાણી પંચાળા, ખાંભા, ભોજપરા, અને શ્રીધામ ધામેધામથી વંદનીય સંતો પધારી દર્શનનો લાભ આપશે. સંચાલન શાસ્ત્રી સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી દ્વારકા તથા શાસ્ત્રી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી કરશે તેમ સત્સંગી સેવક પત્રકાર અને જ્ઞાતિ મંત્રી મનસુખભાઇ એમ. પરમારે જણાવ્યુ છે.

(11:59 am IST)