Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જસદણ નગરપાલિકાના વોર્ડ નં. ૬માં ભાજપના ભરતભાઇ જેબલિયાની ૮૧૩ મતની સરસાઈથી જીત

જસદણ,  તા.૨૯: જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર છ ની પેટા ચૂંટણી માટે યોજેયેલી મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર ભરતભાઇ જેબલિયા જંગી સરસાઈથી જીત્યા હતા.

ચુંટણી અધિકારી અને જસદણ પ્રાંત અધિકારી પી.એચ. ગલચરના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન ખાતે મતગણતરી યોજાતા ભાજપના નગરસેવક ભરતભાઈ મનુભાઈ જેબલિયાને ૧૦૨૭ મત કોંગ્રેસના રંજનબેન નિલેશભાઈ તોગડિયાને ૨૧૪ મત તથા અપક્ષ ઉમેદવાર મનુભાઈ શાંતુભાઇ ધાધલને ૧૨૬ મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર ભરતભાઇ જેબલિયા ૮૧૩ માતની જંગી સરસાઈથી વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર ૬મંા ભાજપના રાજુભાઈ ધાધલે રાજીનામું આપતા આ પેટાચૂંટણી યોજાઇ હતી. તા. ૨૭ -૧ ને સોમવારે વોર્ડ નંબર ૬ માં સરદાર પટેલ નગર પ્રાથમિક શાળાના જુદા જુદા ચાર બુથ તેમજ પુષ્કરધામ પ્રાથમિક શાળામાં એક બુથમાં મળી કુલ પાંચ મતદાન મથક ઉપર મતદાન યોજાયું હતું. ૧૮૬૨ પુરુષ મતદારો તેમજ ૧૭૨૧ સ્ત્રી મતદારો મળીને કુલ ૩૫૮૩ મતદારો પૈકી ૭૪૬ પુરુષ અને ૬૩૪ સ્ત્રી મતદારો મળી કુલ ૧૩૮૦ મતદારોએ મતદાન કરતા ૩૮.૫૨ ટકા મતદાન નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર છ માં હાલમાં ભાજપના સોનલબેન વસાણી, વર્ષાબેન સખીયા તેમજ મીઠાભાઇ છાયાણી ચુંટાયેલા જ હતા જયારે અત્યારની ચૂંટણીમાં ભાજપના ભરતભાઈ જેબલિયા ચૂંટાતા વોર્ડ નંબર છ ની આખી પેનલ ભાજપની જળવાઈ રહી છે. જસદણ નગરપાલિકા માં કુલ સાત વોર્ડની ૨૮ બેઠકોમાંથી ૨૩ બેઠકોમાં ભાજપના સભ્યો ચૂંટાયેલા છે અને સ્પષ્ટ બહુમતી સાથે જસદણ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. જયારે કોંગ્રેસ પાંચ બેઠક ઉપર ચૂંટાયેલા છે.

(11:58 am IST)