Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

હળવદ પાસેના બ્રાહ્મણી-૨ ડેમમાં પાણીની પાઇપલાઇન નાંખવા સામે ખેડૂતોનો વિરોધ વંટોળ

 હળવદ, તા.૨૯: નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને આમ પણ સમયસર અને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળતું નથી ત્યાં બ્રાહ્મણી -૨ઙ્ગ ડેમમાંથી પાઇપલાઇન મારફતે પીવાનું પાણી લઈ જવાની યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને હાલમાં કામ શરુ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી અને હળવદ તાલુકાના ૨૮ જેટલા ગામના ખેડૂતો દ્વારા નવી પાઈપ લાઈન પાથરવાના કામને બંધ કરાવવા વિરોધ નોંધાવ્યો છે અને પહેલા સિચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે ત્યાર બાદ નવી પાઈપ લાઈન પાથરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

નર્મદાની ત્રણ કેનાલો ઙ્ગમોરબી જીલ્લામાં આવે છે તે પૈકીની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ હળવદ તાલુકામાં આવતા બ્રાહ્મણી-૨ ડેમમાંથી પસાર થઇને મોરબી તાલુકાના ભરતનગર ગામ સુધી પહોચે છે અને ૨૮ જેટલા ગામના ખેડૂતોને કેનાલમાંથી સિચાઈ માટેના પાણીનો લાભ મળી રહ્યો છે જો કે, આ ડેમમાંથી મોરબી જામનગર અને રાજકોટ જિલ્લાને પીવા માટેનું પાણી પહોચાડવા માટે પાણીની નવી પાથરવાનું કામ ખેડૂતોનો વિરોધ હોવા છતાં પણ શરૂ કરવામાં આવ્યું હોવાથી ખેડૂતોએ આ કામ ગઈ કાલે સ્થળ પર ધસી જઇ ને વિરોધ નોંધાવ્યો હતો.

આ ડેમમાં ચોક્કસ લેવલ સુધી જયારે પાણી ભરાય છે ત્યાર પછી આગળના ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતોને નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ મારફતે સિંચાઇ માટેનું પાણી મળતું હોય છે જો કે અગાઉ દ્યણી વખત ડેમની અંદર પાણી આવ્યું ન હોવાના કારણે ખેડૂતોને સિંચાઈ માટે નું પાણી મળ્યું ન હોય અને આંદોલન કરવામાં આવ્યા ત્યાર બાદ ખેડૂતોને સિચાઈનું પાણી મળ્યું છે તે સાચું છે તો પણ આ ડેમમાંથી પાઈપ લાઈન મારફતે પાણી લઇ જવાનું યોજના બનાવવામાં આવી છે તે સદંતર નિષ્ફળ જાય તેમઙ્ગ છે માટે ખેડૂતો દ્વારા વિરોધ કરવા માં આવી રહ્યો છે .હાલમાં પાઈપ લાઈન નથી તો પણ પાકની વાવણીનો સમય પસાર થઇ ગયા બાદ દ્યણી વખત ખેડૂતોને પાણી મળે છે જો કે, પાણીની નવી પાઇપ લાઇન પાથરવામાં આવે તો ખેડૂતોએ તેની જમીન કેનાલ માટે આપી હોવા છતાં પણ તેને સિચાઈનું પાણી ન મળે અને અન્ય કંપનીઓ સુધી પાણી પોચે તેવું થાય તેવો દ્યાટ હોવાથી ખેડૂતોમાં રોષ ની લાગણી ફેલાયેલ છે.ઙ્ગ આટલું જ નહી ખેડૂતોની જમીનને પણ નવી પાઈપ લાઈનની કામગીરીથી નુકશાન થાય તેમઙ્ગ છે માટે હાલમાં જે કેનાલ ચાલુ છે તેમજ પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે અને ભરતનગર ગામ પાસે વર્ષોથી જે સંપ આવેલ છે તેનો જ ઉપયોગ કરીને મોરબી, રાજકોટ તેમજ જામનગર બાજુ પીવાનું પાણી આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરેલી છે, થોડા સમય પહેલા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાજયના પાણી પુરવઠા મંત્રીને પણ રૂબરૂ મળીને રજુઆત કરી હતી કે ખેડૂતોને કેનાલ મારફતે સમયસર અને પૂરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળતું નથી.ઙ્ગ એવા સમયે જો આ કેનાલની બાજુમાં નવી પાઇપ લાઇન પાથરીને ડેમમાંથી પીવા માટેનું પાણી ઉપાડવામાં આવશે તો ખેડૂતોને નહેર હોવા છતાં પણ સિંચાઇ માટેનું પાણી ન મળે તેવી સ્થિતિ ઉભી થશે માટે નવી પાઇપ લાઇન પાથરવાની યોજના પડતી મૂકીને સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે આગાઉ જયારે સિંચાઇ માટે ખેડૂતોને પાણી આપવાની વાત હતી ત્યારે ખેડૂતોએ સ્વેચ્છાએ પોતાના ખેતરમાંથી નીકળતી કેનાલ માટે જમીન સંપાદનમાં જમીન આપી દીધી હતી જોકે તે કેનાલ વર્ષના મોટાભાગના સમય દરમ્યાન ખાલી પડી હોય છે ત્યારે સરકાર દ્વારા હવે સિંચાઇ માટેનું પાણી આપવાની વાત તો દૂર રહી પરંતુ પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવા માટે કવાયત કરવામાં આવી રહી છે ત્યારે મોરબી અને હળવદ તાલુકામાં કુલ મળીને ૨૮ જેટલા ગામોના ખેડૂતો દ્વારા વિરોધ કરી રહ્યા છે ત્યારે સરકાર પણ ખેડૂતોની વેદના સમજીને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. જોઙ્ગઙ્ગધાંગધ્રા બ્રાન્ચ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા અગાઉ કરવામાં આવેલ રજૂઆત અને આજે કરવામાં આવેલ વિરોધને ધ્યાનમાં નહી લેવામાં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને જો સરકાર પાઇપલાઇનની કામગીરીને ખેડૂતોના વિરોધ વચ્ચે પણ આગળ વધારવામાં આવશે તો ખેડૂતો કોર્ટના દ્વાર ખખડાવશે તેવું પણ કહ્યું છે.

(10:21 am IST)