Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

વાંકાનેરના વીડી જાંબુડિયા ગામના સરપંચ પર ચાર શખ્શોનો હુમલો

લાકડીથી અને ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

વાકાંનેરના વીડી જાંબુડિયા ગામના સરપંચ રમેશભાઈ રામજીભાઈ કાંજીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી નરેશ મોહન ચાવડા પંચાયત ઓફીસ બાજુમાં મૃત પશુ ઉખેળવાનું કામ કરી ગંદકી કરતો હોય જેથી ગંદકી નહિ કરવા અને તેને ફાળવેલ જગ્યાએ ઢોર ઉખેળવાનું કામ કરવા સમજાવવા જતા આરોપી નરેશ મોહન ચાવડા, મોહન ત્રિકમ ચાવડા, કિશન મોહન ચાવડા અને ચંપક મોહન ચાવડા (રહે બધા વીડી જાંબુડિયા તા. વાંકાનેર) એ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી લાકડીથી માર મારી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી ચારેય આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે

(11:56 pm IST)