Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ઉનામાં ગીર સોમનાથ જીલ્લામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

ઉના : શાહ એચ. ડી. હાઇસ્કુલના મેદાનમાં ગીર સોમનાથ જીલ્લા કક્ષાનો ૭૦ મો પ્રજાસત્તાક (ગણતંત્ર) દિવસની ઉજવણી સંપૂર્ણ રાષ્ટ્રીય ભાવના સાથે ઉજવાઇ હતી. પ્રથમ જીલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશજીએ ધ્વજવંદન કરી સલામી આપી રાષ્ટ્ર ગીતનું સમુહ ગાન ગવાયુ હતું ત્યારબાદ પરેડનું નિરીક્ષણ માર્ચ પાસ્ટ, ત્થા વિવિધ પ્રદર્શનનાં ટેબ્લોનું નિર્દેશન યોજાયું હતું તેમજ શસ્ત્ર પ્રદર્શન, ત્થા વિશિષ્ટ સેવા આપનાર ત્થા રાજય કક્ષાએ વિજેતા થનાર ઉનાની કુમારી મૃગનયની કમલેશ મહેતા સહિત ૬ થી વધુ વિજેતાઓનું સન્માન ત્થા ઉના ગીર ગઢડા તાલુકાની મામલતદાર કચેરીનું ઉત્કૃષ્ટ સેવા બદલ ઉનાના મામલતદાર નીનામા ત્થા ગીર ગઢડાના મામલતદાર કોરટીયાને સન્માન પત્ર આપી સન્માન કરાયુ હતું આ રાષ્ટ્રીય પર્વમાં ઉનાનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશ તથા પાંચ તાલુકાભરમાંથી તમામ કર્મચારીઓ, પોલીસ દળ, રાજકીય આગેવાનો ત્થા ઉનાના નાગરીકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જુદી જુદી સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રદર્શન કરાયો હતો. અંગ કસરતના દાવો રજુ કરાયા હતા ત્થા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતું બેસ્ટ કેડેટ, ત્થા શ્રી ટેબ્લો, શ્રેષ્ઠ કાર્યક્રમ આપનારનું શિલ્ડ, મોમેન્ટો, પ્રમાણ પત્ર આપી સન્માન કરાયુ હતું. રાષ્ટ્રધ્વજને સલામી અર્પી તે તસ્વીર.

(11:55 am IST)