Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ભાણવડ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની મોટા કાલાવડમાં આન-બાન-શાનથી ઉજવણી

ભાણવડ તા.ર૯: ભાણવડ તાલુકા કક્ષાના ૭૦માં પ્રજાસત્તાક પર્વની મોટા કાલાવડ ગામે આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી હતી.

દેશના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ભાણવડ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની મોટા કાલાવડ ગામે ઉજવણી મામલતદાર પંજાબીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવેલ અને પર્વને અનુસંધાને પ્રજા જોગ સંદેશો પાઠવ્યો હતો અને દેશની આઝાદી માટે શહિદી વહોરનારા શહિદોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ભાણવડ પોલીસ સ્ટાફ અને હોમગાર્ડના જવાનોએ પરેડ યોજી હતી. શાળાના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક અને દેશભકિતના કાર્યક્રમો આપી ઉપસ્થિત તમામને મોહિત કર્યા હતા.

તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિતે તાલુકાના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન સહદેવસિંહ જેઠવાએ જયારે કાર્યક્રમને સફળ બનાવવા મોટા કાલાવડ પ્રાથમિક અને માધ્યમિક શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.(૧.૧)

 

(9:49 am IST)