Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

જનહિતલક્ષી નિર્ણયોથી પ્રગતિશીલતાની પ્રતિતી : પરબતભાઇ પટેલ

સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ચોટીલામાં ભવ્યતાથી ઉજવણી

વઢવાણ-ચોટીલી-સુરેન્દ્રનગર તા.૨૯ : સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૯માં પ્રજાસત્ત્।ાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત ચોટીલા ખાતે સિંચાઇ, પાણી પુરવઠો રાજયમંત્રી પરબતભાઇ પટેલે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ અને માર્ચપાસ્ટની સલામી ઝીલી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર ઉદ્દીત અગ્રવાલ અને પોલીસ અધિક્ષક દિપક મેઘાણી સાથે જોડાયા હતા.

 

આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ઉદ્દબોધન કરતાં સિંચાઇ, પાણી પુરવઠો રાજયમંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકારે સંવેદનશીલતાપૂર્વક જનહિતલક્ષી પારદર્શક નિર્ણયો લઇ જનજનને પ્રગતિશીલતાની પ્રતિતી કારવી છેલ્લા દોઢ દાયકામાં વિકાસના તમામ ક્ષેત્રે જનકલ્યાણ માટેનું એક જબરજસ્ત પ્લેટફોર્મ ઉભુ કર્યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો રાજમાર્ગ પ્રસ્થાપિત કર્યો છે, જે માર્ગે રાજય સરકાર તેજ રફતારથી દોડીને જનહિતના પરિણામલક્ષી કાર્યો કરી રહી છે.

મંત્રીશ્રીએ ખેડૂતોના હિત માટે સતત સર્તક આ સંવેદનશીલ સરકાર હોવાનું જણાવી ઉમેર્યું હતું કે રાજયના ધરતીપુ્ત્રોને તેમના ઉત્પદનના પોષણક્ષમ ભાવો મળી રહે અને ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી રહે તે માટે રૂપિયા ત્રણ હજાર કરોડ ઉપરાંતની મગફળી અને તુવરેની ટેકાના ભાવે ખરીદી કરી છે. તેમણ જણાવ્યું હતું કે ગરીબો- વંચિતોની આ સરકારે વિવિધ ૩૯ પ્રકારની કામગીરી કરતા હજારો શ્રમિકોને માત્ર ૧૦ રૂપિયામાં ભરપેટ ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે.

મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ વ્યકિતઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું. મંત્રી પરબતભાઇ પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે એ.પી.એમ.સી. ચોટીલા ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્ત્।ાક પર્વની આ ઉજવણી પ્રસંગે શિક્ષણ, રોજગાર અને તાલીમ, કૃષિ, રમત ગમત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા, જી.ઇ.બી., વન વિભાગ, આરોગ્ય વિભાગ દ્વારા  રાજય રસકારની વિવિધ યોજનાને ઉજાગર કરતા ટેબ્લોઝ રજુ કરવામાં આવેલ હતાં. શાળા- કોલેજના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભકિતના ગીતોની ધૂન સાથેના વિવિધ આકર્ષક  સાંસ્કૃતિક કાર્યક્રમો અને યોગના પ્રયોગો રજુ થયાં હતા.

આ પ્રસંગે સંસદ સભ્યો સર્વશ્રી દેવજીભાઇ ફતેપરા, શંકરભાઇ વેગડ, ધારાસભ્યો ધનજીભાઇ પટેલ, ઋત્વિકભાઇ મકવાણા, કલેકટર ઉદ્દીત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, રેન્જ આઇ.જી. ડી.એન. પટેલ, પોલીસ અધિક્ષકશ્રી દિપક મેઘાણી, પ્રોબેશ્નરી આઇ.એ.એસ. રવિન્દ્ર ખતાળે, નાયબ કલેકટર વી.ઝેડ. ચૌહાણ, આઇ.પી.એસ. એચ.એલ. ત્યાગી, જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલ, મામલતદારશ્રી, અગ્રણી જગદીશભાઇ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરેશભાઇ ધરજીયા, શૈલેષભાઇ ઉપાધ્યાય, ચેતનભાઇ ખાચર, મેરૂભાઇ ખાચર, નરેશભાઇ મારૂ, કલ્પનાબેન મકવાણા, ભરતભાઇ ધાધલ, ધનજીભાઇ પરાલીયા, રવુભાઇ ખાચર, હરેશભાઇ ચૌહાણ, છબીલભાઇ વાઘેલા,  પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા- કોલેજનાં વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહયા હતાં.

(12:00 pm IST)