Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ઝાલાવાડમાં માવઠાથી જીરૂ - વરિયાળી સહિતના પાકને નુકસાનની ભિતી

થાન, મુળી, સાયલા, વઢવાણ, જોરાવરનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૮ : સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ૧૧ ડિગ્રી જેટલું તાપમાન નીચું જવા પામ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લો ઠંડોગાર બની જવા પામ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો છે અને સવારે ફરીથી વરસાદી વાતાવરણ સર્જાઈ જવા પામ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂડી ચોટીલા સાયલા લીમડી વઢવાણ પંથકમાં કમોસમી વરસાદના ઝાપટાં વરસી રહ્યા છે અને માવઠાની અસર જવા પામી છે તેવા સંજોગોમાં એક જ દિવસમાં ૧૧ ડિગ્રી જેટલું તાપમાન નીચું જતા હાલમાં સુરેન્દ્રનગર જિલ્લો ઠંડોગાર બની જવા પામ્યો છે અને લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ૪૩ ટકા જેટલો વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ નોંધાયું છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે તેવા સંજોગોમાં હવે લોકોએ મૂંઝાયા છે કે શિયાળાની સિઝનમાં ગરમ કપડાં પહેરવા કે રેઈનકોટ પહેર્યો તે એક સવાલ ઉભો થયો છે તેવા સંજોગોમાં શહેરી વિસ્તારમાં વહેલી સવારે લોકો રેઈનકોટ પહેરી અને નજરે પડ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદી માવઠાના પગલે જીરૂ વરિયાળી સહિતના શિયાળુ પાકને નુકશાની જવાની ભીતિ સર્જાઇ છે અને ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે ત્યારે આગામી બે દિવસ હજુ પણ માવઠા ની શકયતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં પશુપાલકોને પણ સતર્ક રહેવા હવામાન વિભાગે આગાહી કરી છે.

વહેલી સવારથી સુરેન્દ્રનગરમાં હિલ સ્ટેશન એવું વાતાવરણ ઊભું થયું છે ઝરમર વરસાદ ચાલુ છે અને લોકો ઠંડીનો અહેસાસ પણ કરી રહ્યા છે.

(11:05 am IST)