Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ધોરાજી પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.ગોહિલ:હુકુમતસિંહ જાડેજાની સીપીઆઈ તરીકે નિમણૂક

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી :તાજેતરમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા રાજકોટ રૂરલ વિભાગમાં પોલીસ બેડામાં અધિકારીઓમાં બદલીઓ કરી હતી જે પૈકી ધોરાજી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હુકુમતસિંહ જાડેજાને ધોરાજી સીપીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને ધોરાજી સીપીઆઈ કરમુરને જેતપુર સીટી પી. આઈ તરીકે નિમણૂક કરી હતી. જ્યારે ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ગોંડલ સી.પી.આઈ.ની ફરજ બજાવતા અનીરુધસિંહ બી. ગોહિલની નિમણૂક કરવામાં આવી છે.
ધોરાજી પોલીસ મથકે નવનિયુક્ત અધિકારીનો સ્વાગત અને બદલી થયેલા અધિકારીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ સિંહ ગોહિલ એ જણાવેલ કે ધોરાજી શહેરમાં કાયદો-વ્યવસ્થા ની સ્થિતિ જાળવી રખાશે ગેરકાયદેસર અને ગેરકાનૂની કાર્યો પર સખ્તાઈ પુર્વક કાયૅવાહી કરવામ  આવશે.

(9:18 pm IST)