Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ધોરાજીમાં દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર ભરત ઉર્ફે ગજની બથવાર પકડાયો

રૂરલ એસ.ઓ.જી.ની ટીમે ભરતને શાપરથી દબોચ્યો

રાજકોટ, તા. ૨૮ :. ધોરાજીમાં વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર શખ્સને રૂરલ એસ.ઓ.જી.ની ટીમે શાપર વેરાવળમાંથી ઝડપી લીધો હતો.  મળતી વિગત મુજબ રૂરલ એસ.પી. બલરામ મીણાએ જીલ્લામાં અલગ અલગ ગુનામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા રૂરલ એસઓજીના પીઆઈ અજયસિંહ ગોહીલ, પી.એસ.આઈ. એચ. એમ. રાણા, હેડ કોન્સ. હિતેષભાઈ અગ્રાવત, ધર્મેન્દ્રભાઈ ચાવડા, જયવિરસિંહ રાણા, સંજયભાઈ નીરંજની, રણજીતભાઈ ધાધલ, વિજયગીરી ગોસ્વામી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ધોરાજીમાં વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર શખ્સ શાપર વેરાવળમાં આવ્યો હોવાની હેડ કોન્સ. હિતેષભાઈ, ધર્મેન્દ્રભાઈ, જયવિરસિંહ, રણજીતસિંહને બાતમી મળતા શાપર વેરાવળમાં શીતળા માતાજીના મંદિર પાસેથી ભરત ઉર્ફે ગજની નારણ બથવાર (ઉ.વ. ૨૮) (રહે. પીપળીયા, તા. ધોરાજી)ને પકડી લઈ શાપર પોલીસ મથકમાં સોંપ્યો હતો.

(2:49 pm IST)