Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

મોરબીના મહેશ્વરી પરિવારના ૩ સભ્યોના અકસ્માતમાં મોત

કચ્છના રાપર પાસે કાર ટ્રેઈલર પાછળ ઘુસી ગઈઃ પુત્રીના લગ્ન બાદ પરિવારજનો વેવાઈના ઘરે મળવા જતા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈઃ મોરબી કેમિસ્ટ એસો.ના પ્રમુખના ભાઈ અને ભાભીના મોતથી અરેરાટી

તસ્વીરમાં ગાડીમાં મૃતકો તથા કાર અને ટ્રેઇલર નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ : પ્રવિણ વ્યાસ-વિનોદ ગાલા-મોરબી-ભુજ) (૯.૧પ)

(વિનોદ ગાલા-પ્રવિણ વ્યાસ દ્વારા) ભુજ-મોરબી, તા. ર૮ :  મોરબીના એડવોેકેટ-કેલ્લા પરિવારના ૩ સભ્યોના અકસ્માતમાં મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ પુત્રીના લગ્ન બાદ મહેશ્વરી પરિવારના સભ્યો વેવાઇના ઘરે જઇ રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે રાધનપુર હાઇવે ઉપર કચ્છના રાપર તાલુકાના ધાણીથર ગામ પાસે કાર (નં. જી.જે. ૧ર એકે ૧૭૬૩) ટ્રેઇલર નં. (જી.જે. ૧ર બીડબલ્યુ ૬૯૭૮) સાથે ધડાકાભેર અથડાઇ હતી.  સ્વીફટ કાર નંબર જીજે૧૨ એ.કે. ૧૭૬૩માં સવાર મોરબી કેમિસ્ટ એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટાભાઈ લજપતભાઈ મોતીરામ મહેશ્વરી અને જયંતિભાઈ મોતીરામ મહેશ્વરી (મહેશ્વરી મેડી. ્રૂ જનરલ સ્ટોર્સ) તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી રેખાબેન જયંતિભાઈ મહેશ્વરીનું દુર્ઘટનામા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. જયંતી લાલ મોતીરામ મહેશ્વરી કેલા ઉ. વ. ૫૯ લજપતરાય મોતીરામ મહેશ્વરી કેલા ઉ. વ. ૬૫ તેમજ રેખા બેન મહેશ્વરી કેલાને ગંભીર હાલતમાં લાકડીયા ખસેડવામાં આવ્યા હતા જયાં એક સાથે ત્રણ વ્યકિતઓના ટૂંકી સારવાર બાદ મોત નિપજયા હતા. અકસ્માતમા બે ભાઈઓ અને ભાભી ના મોત થતાં મહેશ્વરી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. વધુ તપાસ આડેસર પોલીસ સબ ઇન્સ્પેકટર વાય. કે. ગોહિલે હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માત આજે વહેલી સવારે સર્જાયો હતો. જેમાં મહેશ્વરી પરિવારની કારનો બુકડો બોલી ગયો હતો. અને કારમાં સવાર મોરબીના મહેશ્વરી પરિવારના ત્રણ સભ્યોના કરુણ મૃત્યુ નિપજતા મોરબીના મહેશ્વરી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

(3:37 pm IST)