Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

મોસમમાં પહેલી વાર પારો અતિ નીચે ગયોઃ સૌરાષ્ટ્ર-કચ્છ ઠરી ગયા

નલીયા-૩.ર, ગિરનાર-૪.૦, કંડલા એરપોર્ટ-પ.પ, ડીસા-૬.૭, ગાંધીનગર-૭.પ, કેશોદ-૮.૦, અમદાવાદ- ૮.૩, રાજકોટ-૮.પ, સુરેન્દ્રનગર-૯.પ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ર૮ : રાજકોટ સહિત સૈારાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી ઠંડીમાં ધીમે-ધીમે  વધારો થઇ રહ્યો છે. અનેલોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.

આ વખતે શિયાળાની મોસમમાં પહેલી વાર લઘુતમ તાપમાનનો પારો અતી નીચે ગયો છે.અને સૌરાષ્ટ્ર-કચ્છ ઠરી ગયા છે.

આજે રાજયમાં સૌથી નીચુ લઘુતમ તાપમાન કચ્છના  નલીયામાં ૩.ર ડિગ્રી, ગિરનાર ઉપર ૪ ડિગ્રી, કંડલા એરપોર્ટ પ.પ ડીસા ૬.૭ ડિગ્રી, ગાંધીનગર ૭.પ, કેશોદ ૮, અમદાવાદ ૮.૩ રાજકોટ ૮.પ, સુરેન્દ્રનગરમાં ૯.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.મેદાની વિસ્તારોમાં પારો વધુ નીચે જશે. આ દરમ્યાન રવિવારે રાત્રે પહાડોની રાણી મસૂરીમાં સીઝનની પહેલી હિમવર્ષા થઇ છે. મસૂરીમાં મોડી રાત્રે બરફ વર્ષા થઇ જેનાથી શહેરમાં ઠંડી વધી ગઇ છે. શહેરા લાલ ટીબ્બા, માલરોડ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે જોરદાર વરસાદ પડયા પછી હળવી હિમવર્ષા પણ થઇ. શહેરમાં અત્યાર ભલે જોરદાર ઠંડી પડી રહી હોય પણ અહીં આવેલા પ્રવાસીઓને બહુ સુંદર અને મનોરમ્ય દૃશ્યો જોવા મળે છે.

તો બીજી બાજુ જમ્મુના કટરા ખાતેના વૈષ્ણોદેવીમાં પણ રવિવારે રાત્રે સીઝનની પહેલી હિમવર્ષા થઇ છે. તેનાથી અહીંનું વાતાવરણ બહુ ઠંડુ પણ ખુબસુરત બની ગયંુ. અત્યારે અહીં આવેલા શ્રધ્ધાળુ બહુ ખુશ છે. રવિવારે ત્રિકુટા પર્વત સહિત માતા વૈષ્ણોદેવી ભવન અને આસપાસના વિસ્તારોમાં શરૂ થયેલ હિમવર્ષાથી માતાના ભકતો બહુ ખુશ દેખાઇ રહ્યા છે. હિમવર્ષના દૃશ્યો જોઇને શ્રધ્ધાળુઓના ચહેરા ખીલી ઉઠયા હતાં. સાંજે સાત વાગ્યે લગભગ ૧ર હજાર ભકતો ભવન તરફ પ્રસ્થાન કરી રહયા હતાં ત્યાર શરૂ થયેલ હિમવર્ષાથી શ્રધ્ધાળુઓ જોશમાં આવી ગયા હતાં.

મળતી માહિતી અનુસાર, રવિવો સાંજે મોસમનો મિજાજ બદલાતા જ ત્રિકુટા પર્વત, ભૈરવ મંદિર અને વૈષ્ણોદેવી ભવન ખાતે હિમવર્ષા અને કટરા શહેરમાં વરસાદ શરૂ થયો હતો. સાંજે ચાર વાગે મોસમ બગડવાથી હેલીકોપ્ટર સેવા પ્રભાવિત થઇ હતી પણ રોપ-વે અને બેટરી કાર સેવા બરાબર ચાલતી રહી. રજીસ્ટ્રેશન ઓફીસમાંથી મળેલ માહિતી અનુસાર શુક્રવારે ૧૩ હજાર, શનિવારે ૧૪ હજાર ભકતોએ માતાના દર્શન કર્યા હતાં. રવિવારે સાંજે સાત વાગ્યા સુધીમાં ૧ર હજાર ભકતો ભવન તરફ રવાના થઇ ચૂકયા હતાં.

દરમ્યાન, હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં આજ સવારનું લઘુતમ તાપમાન ૮' સે. નોંધવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી અને ઉત્તર રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. જમ્મુના પર્યટન સ્થળો પટણીટોપ, નાથાટોપ અને સનાસરમાં પણ હિમવર્ષા થઇ રહી છે. જમ્મુના મેદાની વિસ્તારોમાં વરસાદ અને બર્ફીલી હવાઓને કારણે હાડ ધ્રુજાવતી શીત લહેર વધુ તેજ થતા લોકો ઘરોમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા છે. તો હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસીઓ ઉમટી પડયા છે. જેનાથી  શહેરના બધા વિસ્તારોમાં ટ્રાફીક જામની સ્થિતી થઇ ગઇ છે.

(11:05 am IST)