Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

જામકંડોરણાના મોટા દુધીવદર પાસે 'હિટ એન્ડ રન'ની ઙ્કટનતામાં ટ્રકે-બાઇકને ઉલાળતા અલ્કાબેન પાઘડારનું મોત

અજાણ્યો ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો : પતિ ભુપતભાઇ અને સાઢુભાઇના દિકરા ધ્યેય સારવારમાં

રાજકોટ, તા. ર૮ : જવામકંડોરણા નજીક મોટા દુધીવદર ગામ પાસે 'હિટ એન્ડ રન' ઘટનામા ટ્રકે બાઇક પર જઇ રહેલા દંપતિને ઉલાળતા મહિલાનું કમકમાટીભર્યું હોત નિપજયું હતું.જયારે બેને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે.

મળતી વિગત મુજબ ધોરાજીના ભાદાજાળીયા ગામમાં રહેતા ભુપતભાઇ મોહનભાઇ પાઘડાર (ઉ.વ.પ૦) તેના પત્ની  અલ્કાબેન પાઘડાર અને સાઢુભાઇનો દીકરો ધ્યેય ત્રણેય ગઇકાલે જીજે-ર૩-ડી-૪૪૦૭ નંબરના બાઇક પર જઇ રક્ષ્યા હતાં ત્યારે જામકંડોરણાના દુધીવદર ગામ પાસે પહોંચતા અજાણ્યા ટ્રકના ચાલકે બાઇકને ઉલાળતા પટેલ દંપતિ સહિત ત્રણેય ફંગોળાઇ ગયા હતાં.

અકસ્માત સર્જી ચાલક ટ્રક લઇ ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા ઇ ગયા હતાં. અને અલ્કાબેન પાઘડારનું કમર અને માથુ છુંદાઇ જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે ભુપતભાઇને સામાન્ય તથા સાઢુભાઇના દીકરા ધ્યેયને માથાના ભાગે ઇજા જતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે જામકંડોરણા પોલીસે ભુપતભાઇની ફરીયાદ પરથી અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ જે.યુ. ગોહીલે તપાસ હાથ ધરી છે.

(10:18 am IST)