Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

મોરબીના શનાળા રોડ પરથી મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ

રવાપર નરસંગ ટેકરી પાસે રહેતા લાલજીભાઈ ડાભીનું શનાળા રોડ પર પાર્ક કરેલું બાઈક કોઈ ઉઠાવી ગયું

મોરબીના રવાપર રોડ નરસંગ ટેકરી પાસે રહેતા લાલજીભાઈ ધનસુખભાઈ ડાભી (ઉ.વ.૨૫) નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ ના રોજ શનાળા રોડ પર ઓમ શાંતિ સ્કૂલ ગ્રાઉન્ડ પાસે પાર્ક કરેલ તેનું મોટરસાયકલ નં જીજે ૩૬ એ ૧૯૩૬ કીમત રૂ ૩૦,૦૦૦ અજાણ્યો શખ્શ  ચોરી કરી ગયો છે

(12:55 am IST)