Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

સોમનાથ મંદિર આસપાસ ફોટોગ્રાફી કરતા 120થી વધુ ફોટોગ્રાફરોની હડતાલ : ત્રીજા દિવસે પરિવારો જોડાયા

ધારાસભ્ય અને સાંસદ એ ફોટોગ્રાફરોની મુલાકાત લઇ વાતચીત કરી

 

સોમનાથ : પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર આસપાસ ફોટોગ્રાફી કરી ગુજરાન ચલાવતા 120થી વધુ ફોટોગ્રાફરો હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળના ત્રીજા દિવસે ફોટોગ્રાફર સાથે પરિવારના સભ્યો પણ જોડાયા છે

 . સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસન દ્વારા સોમનાથ મંદિર આસપાસ ફોટોગ્રાફી ના કરવા દેતા ફોટોગ્રાફરોએ હડતાલ શરૂ કરી છે. સોમનાથ મંદિર પાસે પ્રભાસ પાટણના જ રહેવાસી બેરોજગાર યુવાનો રોજગારી કમાવા માટે યાત્રિકોના ફોટા પાડી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે

 . આજે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ખારવા સમાજના પટેલ જીતુભાઇ કોહાડાએ ફોટોગ્રાફરો સાથે વાતચીત કરી હતી. ગતરાત્રે સાંસદ રાજેશ ચુડાસમાએ ફોટોગ્રાફરોની મુલાકાત લઈ ચર્ચા કરી હતી.

(12:43 am IST)