Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ગોંડલ પંથકની સગીરાના દુષ્કર્મના કેસમાં સજા સામેની અપીલમાં આરોપીના જામીન મંજુર

તા.૨૮: ગોંડલના શાપર ગામમાં રહેતી ૧૫ વર્ષની સગીર વયની કન્યાને સંજય બગતારામ ભીલ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયેલ હતો. તે અંગેની ફરીયાદ શાપર પો.સ્ટે.માં આઈ.પી.સી.કલમ-૩૬૩, ૬૬૬, ૩૭૬ અને પોકસો એકટની કલમ-૪ અને ૬ મુજબની ફરીયાદ શાપર પો.સ્ટે.માં નોંધાયેલ હતી અને ત્યારબાદ આ કામના આરોપી સંજય બગતારામ ભીલ વિરૂધ્ધ ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરી ફરીયાદ પક્ષ હારા તમામ સાક્ષી તપાસી કેસ ચાલી ગયેલ અને આરોપી વિરુધ્ધ પોકસો એકટ મુજબનો પ્રાઈમાફેસી કેસ માની આરોપી સંજયને ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવેલ હતો.

ત્યારબાદ આરોપીએ તેમના વકીલ દ્વારા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરેલી હતી. બચાવપશ્ષના વકીલ હારા વિવિધ કાયદાકીય દલીલ કરવામાં આવેલ હતી અને વિવિધ ઉચ્ચ અદાલતોના સાઈટેશન રજુ કરવામાં આવેલ હતા. આરોપીની ઉમર અને કેસના પુરાવાને ઘ્યાને લઈ બચાવપક્ષના વકીલની દલીલોને ગ્રાહ્મ રાખી આરોપીને રૂ.૧૦,૦૦૦/- ના જામીન પર મુકત કરવામાં આવેલ છે.

આ કામમાં બચાવપક્ષના વકીલ તરીકે આશીષભાઈ ડગલી તથા વિજયરાજસિંહ એસ. જાડેજા રોકાયેલ હતા.

(3:32 pm IST)