Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ખંભાળીયાના માંઢા નજીક ઇકો કારના ચાલકે બાઇકને હડફેટે લેતા બાવાજી યુવકનું મોત

ખંભાળીયા તા ૨૮  : ખંભાળીયા તાલુકાના ભરાણા ગામે રએતો અને મજુરી કામ કરતો શૈલેષપરી ધીરજપરી ગોસ્વામીઉ.વ.૨૩) બાવાજી યુવા ગત તા.૨૬ના રોજ પોતાનું મોટર સાઇકલ નં. જી.જે.૧૦ સીડી ૧૬૫૬નું લઇ ભરાણાથી ખંભાળીયા જતો હોય ત્યારે માંઢા ગામના પાટીયા પાસે જીજે-૧૦ડીએ ૩૮૯૭ નંબરના ઇકોકાર ચાલકે પેસેન્જર ભરવા માટે ઓચિંતો ટર્ન મારતાં બાઇક સવાર યુવાનને ઉલાળ્યો હતો. ફંગોળાયેલા યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવ અંગે મૃતકના ભાઇ હિતેશપરી ધીરજપરી ગોસ્વામીની ફરિયાદના આધારે ઉપરોકત ઇકોકાર ચાલક વિરૂધધ ગુનો નોંધી આગળની તપાસ વાડીનાર પી.એસ.આઇ. અમિત ચાવડા ચલાવી રહ્યાં છે. મૃતક યુવાન અપરિણત હતો અને બેભાઇ એક બહેનમાં વચ્ચેનો હતો. યુવાન પુત્રના મોતથી બાવાજી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

(1:12 pm IST)