Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

સહકારી નેતા દિલીપ સંઘાણી સાંસદ કાછડીયાની ઉપસ્થિતિમાં

અમરેલીમાં કર્મચારી વિદ્યાર્થીઓને સહકારી તાલીમ પુર્ણ કરતા પ્રમાણ પત્રો અર્પણ કરાયા

અમરેલી તા. ર૮ :.. ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શૈક્ષણીક તાલીમ યોજના અન્વયે અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા આઠ તાલીમ કાર્યક્રમોન ૪પ૦ જેટલા તાલીમી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ અમરેલી ખાતે સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી તેમજ સાંસદ નારણભઇ કાછડીયાની હાજરીમાં યોજાયેલ હતો.

પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવોનંુ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિલીપભાઇ સંઘાણી, નારણભાઇ કાછડીયા, બાવકુભાઇ ઉઘાડ, અશ્વિનભઇ સાવલીયા, મનીષભાઇ સંઘાણી, જયંતીભાઇ પાનસુરીયા, ભરતભાઇ મકરાણી, બબુભાઇ તંતી, મનસુખભાઇ સુખડીયા, બી. એસ. કોઠારીયા, જીલ્લાની ચારેય ટોચની સહકારી સંસ્થાઓના ડીરેકટરો ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રાસંગોચિત વકતવ્યોમાં અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણીએ ઉપસ્થિતીને આવકાર્યા હતાં. તેઓએ જણાવેલ કે ટૂંકાગાળામાં જીલ્લા સંઘનાં અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ કાર્યક્રમોની વિગત આપતા જણાવેલ કે અનુક્રમે (૧) ક્રેડિટ કો. ઓપ. સોસા. નાં કર્મચારીઓનો તાલીમ વર્ગ, અમરેલી ખાતે (૩) શ્રી એમ. વી. પટેલ કયા વિદ્યાલય, અમરેલીની વિદ્યાર્થીનીઓ માટે યુવક સહકારી શિક્ષણ વર્ગ (૪) શ્રી કે. કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલીનાં વિદ્યાર્થીઓ માટેનો યુવક સહકારી શિક્ષણ વર્ગ, (પ) શ્રી યોગીજી મહારાજ મહાવિદ્યાલય, ધારીનાં વિદ્યાર્થીઓનો યુવક સહકારી શિક્ષણ વર્ગ (૬) શ્રી પ્રતાપરાય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમરેલીના વિદ્યાર્થીઓ માટે યુવક સહકારી શિક્ષણ વર્ગ (૭) શ્રીમતી શાંતાબેન હરીભાઇ ગજેરા શૈક્ષણીક સંકુલના અમરેલીની વિદ્યાર્થીનીઓનો યુવક સહકારી શિક્ષણ વર્ગ તેમજ (૮)  સાવકુ૦ડલા મુકામે તાલુકાની સેવા દૂધ ક્રિડીટ સોસાયટીઓના કર્મચારીઓનો સહકારી મંત્રી મેનેજર તાલીમ વર્ગ એમ કુલ આઠ પ્રોગ્રામો ૫૧ જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ જીલ્લા સંઘ આયોજીત તાલીમ કાર્યક્રમોમાં તાલીમ મેળવી હતી જેના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયેલ હતો.

અશ્વિનભાઇ સાવલીયા ચેરમેનશ્રી અમર ડેરીએ આ તકે જણાવેલ કે આપણું ગ્રામ્ય અર્થતત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, જેથી સહકારી પ્રવૃતિનો કોઇ વિકલ્પ જ નથી અને  સારા નેતૃત્વ દ્વારા સાચા અર્થમાં સમાજનો આર્થીક, સામાજીક વિકાસ કેવી રીતે સાધી શકાય તેનું શ્રી દિલીપભાઇ સંઘાણીના નેતૃત્વમાં અમરેલી જીલ્લાની સહકારી પ્રવૃતિઙ્ગએક ઉત્તમ ઉદાહરણ છે.આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી બાવકુભાઇ ઉંધાડે જણાવેલ કે ખેતી અને સહકાર સાથે આપણું ગ્રામ્ય જીવન જોડાયેલ છે અને ગામડાઓ જ સાચા  અર્થમાં ભારતનો આત્મા છે, ત્યારે સહકારી પ્રવૃતિ દ્વારા સમાજનો સર્વાંગી વિકાસ સાધી શકાય છે.વિવિધ સહકારી સંસ્થાઓએ પણ આ પ્રસંગે શ્રી મનીષભાઇ સંઘાણીની કામગીરી બદલ તેઓનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કર્યુ હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્ર્થાનેથી બોલતાં  દિલીપભાઇ સંઘાણીએ જણાવેલ કે હાલ વિશ્વનું અર્થતંત્ર, સામાજીક, આર્થીક, રાજકીય પ્રવાહો ખુબ ઝડપથી બદલાઇ રહ્યા છે, ત્યારે આપણે તેના પ્રવાહો પર નજર રાખી આપણા દેશની સામાજીક, આર્થિક, રાજકીય તમામ બાબતોને દિશા આપવી પડશે. તેઓએ જીલ્લા સંઘની કામગીરીને બીરદાવી વધુ પ્રગતી કરવા શુભેચ્છા પાઠવી હતી. મહાનુભાવોના વરદ્ હસ્તે ૫૧૦ જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને તાલીમ મેળવવા બદલના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

સંઘના એકયુટીવ ઓફીસર શ્રી ભરતભાઇ પટેલે આભારવીધી કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ હતો.

(1:12 pm IST)