Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

જાંબુડા પાટીયા પાસે કાર હડફેટે ત્રણ રાહદારી : બેના મોત

જામનગર તા.૨૮: પંચ એ પોલીસ મથકના હે.કો. પ્રફુલભાઇ પરમારે ફરીયાદ નોંધાવી છે. જામનગર-રાજકોટ હાઇ-વે રોડ જાબુંડા પાટીયા પાસે એક એકસેન્ટ કાર  જીજે૦૩એચએ૩૫૮૦ના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ત્રણ રાહદારીઓને ઠોકર મારતા જેમા એક અજાણી સ્ત્રી ઉ.વ.આશરે ૪૫ વર્ષવાળી તથા એક અજાણી બાળકી ઉ.વ. ૪ વર્ષવાળીનુ મોત નિપજતા તથા એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૫ વર્ષવાળાને ગંભીર ઈજાઓ કરી નાશી ગુન્હો કરેલ છે.

હોથીજી ખડબા ગામે જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

જામજોધપુર પોલીસ મથકના સુરેન્દ્રસિંહ જાડેજાએ હોથીજી ખડબા ગામે આવેલ મુરલીધર દુકાન પાસે આનંદ ખીમજીભાઇ ડાંગર , ધર્મેન્દ્રસિંહ જાડેજા , રાજાભાઇ મેરામણભાઇ વરૂ, ભોગભાઇ ખીમશીભાઇ ડાંગર, જગદીશભાઇ ધીરૂભા જાડેજા, ભીમસીભાઇ ડાંગરને જાહેરમાં જુગાર રમતા રેઇડ દરમ્યાન રોકડ રૂ. ૬૩૮૦ સાથે ઝડપી પાડ્યા હતા. 

(1:11 pm IST)