Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ આયોજીત ભાગવત કથાનો પ્રારંભ : રાત્રે શ્રીનાથજીની ઝાંખી

મોરબી : શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા 'રઘુવંશીધામ'૮-કાયાજી પ્લોટ, મોરબી ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે જેના વ્યાસાસને મુંબઇના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂ. મગનભાઇ રાજયગુરૂ (બાપજી)ના સુપુત્ર નરેશભાઇ રાજયગુરૂ કથાનું રસપાન કરાવી રહ્યા છે. કાલે સાંજે ૬ વાગ્યે શ્રી નૃસિંહ પ્રાગટય ઉત્સવ, તા. ૩૦ ને સોમવારે બપોરે ૧ર વાગ્યે શ્રી વામન જન્મ ઉત્સવ, સાંજે પ વાગ્યે શ્રીરામ જન્મોત્સવ અને સાંજે ૬ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાશે. આજે રાત્રીના ૯-૩૦ વાગ્યે શ્રી અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ-વાંકાનેરના લાભાર્થે 'ઠાકોરજી પધાર્યા મારા ઘેર..'કાર્યક્રમ 'શ્રીનાથજીની ઝાંખી' ભુપેન્દ્રભાઇ ખખ્ખર અને નિધિબેન ધોળકીયા ગ્રુપ રજૂ કરશે. સફળ બનાવવા શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પ્રમુખ પંકજભાઇ વલ્લભભાઇ ચંડીભમ્મર, સેક્રેટરી જયેશભાઇ ચંદુલાલ કોટેચા, ભરતભાઇ રાચ્છ, કમલેશભાઇ ખંધેડીયા, ડેનીશભાઇ કાનાબાર, રવિભાઇ કોટેચા, યોગેશભાઇ માણેક, મનોજભાઇ કોટક, હરેશભાઇ કાનાબાર , ધર્મેશભાઇ ગંદા, જયેશભાઇ ચંદારાણા, દિનેશભાઇ જોબનપુત્રા, સહિતના જહેમત ઉઠાવે છે.

(1:09 pm IST)