Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

પોરબંદરની બાળાને પ્રેમજાળમાં ફસાવીને મોટી બેનના મંગેતરે વારંવાર દુષ્કર્મ આચર્યુઃ ૭ માસનો ગર્ભ રાખી દીધો

મોટી બેનની સગાઇ બાદ મંગેતર ઘેર આવતા જતા નજર બગાડીઃ લગ્ન કરવાની લાલચ આપેલ

પોરબંદર તા. ૨૮: છાંયા વિસ્તારમાં મોટીબેનની સગાઇ બાદ મંગેતર પરિક્ષીત પરમાણંદ જોષી વારંવાર આવતો હોય અને કિશોર વયની નાની બહેન ઉપર નજર બગાડીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરીને ૭ માસનો ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

પોલીસ ફરિયાદમાં જણાવેલ કે છાંયા મારૂતિનગર વિસ્તારમાં રહેતા પરીક્ષિત પરમાણંદ જોષીની  સગાઇ થયા બાદ મળવા માટે ઘેર અવારનવાર આવતો હોય સાથે  તે દરમ્યાન સગાઇ થયેલ છોકરીની નાની બેન ઉપર નજર બગાડીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરીને ૭ માસનો ગર્ભ રાખી દીધો હતો.

પોલીસે તપાસ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(1:09 pm IST)