Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

મોરબીમાં ૭વર્ષની બાળા પર દુષ્કર્મ હવસખોર મોહરસીંગના રીમાન્ડ મંગાશે

તસ્વીરમાં પકડાયેલ પરપ્રાંતીય શખ્સ સામે પોલીસ કાફલો નજરે પડે છે.

મોરબી તા.૨૮:  મોરબીના સીરામીક ફેકટરીમાં ૭ વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારનાર હવસખોર પરપ્રાંતિય શખ્સને તાલુકા પોલીસે ઝડપી લીધા બાદ આજે સાંજે તેેને રીમાન્ડ અને કોર્ટમાં રજુ કરનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નીચી માંડલ પાસે આવેલી એક સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની ૭ વર્ષની બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની સાત વર્ષની દીકરી  રમવા જવાનું કહીને ગઈ હતી અને બાદમાં જમવા સમયે તેને શોધવા જતા તે દેખાઈ ના હતી અને મજૂરોની ઓરડીમાં રહેતો આરોપી મોહરસિંગ ઉર્ફે મામુ જમુનાપ્રાસાદ રહે મૂળ એમપી વાળો હાલ મોરબી નામનો શખ્શ તેની સાત વર્ષની દીકરીને રૂમમાં લઇ જઈને તેની સાથે દુષ્કર્મ કરતો હોય અને ફરિયાદી તેમજ તેની પત્નીએ રૂમનો દરવાજો ખોલતા આરોપી નાસી ગયો હતો અને રૂમમાં  એની દીકરી રડતી હતી જેને ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હતું અને દીકરીના ગાલમાં બચકું ભરવાના દાંતના નિશાન મળી આવતા તુરંત બાળકીને મોરબી અને બાદમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી .ે ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસની ટીમે આરોપી મોહરસિંગ ઉર્ફે મામુ જમુનાપ્રસાદ નામના શખ્શની ધરપકડ કરી છે અને આરોપીના રિમાન્ડ  અને સાંજે કોર્ટમાં રજુ કરનાર છે. વધુ તપાસ તાલુકાના પી.એસ.આઇ ઋતુરાજસિંહ જાડેજા કરી રહ્યા છે.

(1:08 pm IST)