Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

કુચીયાદળમાં ગોળ-ઘી ગરમ કરતી વખતે ભડકોઃ ૭ વર્ષની દિપ્તી દાઝી

રાજકોટ તા. ૨૮: કુવાડવાના કુચીયાદળમાં રહેતી દિપ્તી ભગવાનજીભાઇ ડાભી (કોળી) (ઉ.૯) સાંજે શાળાએથી છુટીને ઘરે આવી ત્યારે માતા મીનાબેન મજૂરીએ ગયા હોઇ અને પિતા પણ બહાર હોઇ ચુરમુ બનાવવા માટે ઘી-ગોળ ગરમ કરતી હતી ત્યારે ભડકો થતાં દાઝી જતાં દેકારો કરી મુકયો હતો. પડોશોઓએ દોડી આવી આગ બુઝાવી હતી.

દિપ્તીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તેણી એક ભાઇથી નાની છે અને ધોરણ-૪માં અભ્યાસ કરે છે. કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બાળા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

(11:49 am IST)