Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

કોડીનાર બાયપાસ નજીક ટ્રિપલ અકસ્માતઃ એકનું કરૂણમોત : પાંચ લોકોને ઇજા

બે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત બાઈકનો કચ્ચરઘાણ બે કલાક સુધી કોડીનાર-સોમનાથ હાઈવેજામ

કોડીનાર તા.૨૮: ગીર સોમનાથના કોડીનાર બાયપાસ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે  બે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક વ્યકિતનું મોત થયું છે. જયારે ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતથી બે કલાક સુધી કોડીનાર-સોમનાથ હાઈવે જામ રહ્યો હતો. આ અકસ્માતમાં બાઈકનો કચ્ચર ઘાણ નિકળી ગયો હતો

(11:48 am IST)