Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

શાપર-વેરાવળમાં ટ્રાન્સપોર્ટ કંપનીનો બ્રાન્ચ મેનેજર ભાડાના ૧૦.૭૭ લાખની રકમ ઉચાપત કરી ગયો

રાજકોટ, તા., ૨૮: શાપર-વેરાવળમાં આવેલ ટ્રાન્સપોર્ટ કંપનીનો બ્રાન્ચ મેનેજર ભાડાના ૧૦.૭૭ લાખની રકમ ઉચાપત કરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં ભાવના રોડવેજ કંમ્પાઉન્ડમાં આવેલ ટીસીઆઇ એકસપ્રેસ કંપનીમાં નોકરી કરતા રામપ્રતાપ પ્યારેલાલ શર્માએ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા વિકાસ ગજેન્દ્ર તિવારી (રહે. મૂળ યુપી) સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ બ્રાન્ચ મેનેજર વિકાસ તિવારીએ છેલ્લા ૩ માસ દરમિયાન ટ્રાન્સપોટેશનના આવેલ ભાડાના રૂપીયા ૧૦,૭૭, ૯૦૮ની રકમ  કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પોતાના લાગતા વળગતાઓના ખાતામાં નાખી કંપની સાથે ઉચાપત કરી હતી. આ ફરીયાદ અન્વયે શાપર-વેરાવળ પોલીસે આઇપીસી ૪૦૮ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

(11:46 am IST)