Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

નોકરી છુટી જવાના ભયથી ધોરાજીની હોસ્પિટલમાં સ્વીપર કૃણાલે ફિનાઇલ પીધુ

શાપરમાં યુવાને બેકારીથી કંટાળી જઇ ઝેરી દવા પીધી

રાજકોટ તા. ૨૮: ધોરાજી રહેતાં કૃણાલ વશરામભાઇ રાઠોડ (ઉ.૧૯) નામના યુવાને ધોરાજીની ટેલી હોસ્પિટલમાં હતો ત્યારે ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

કૃણાલના કહેવા મુજબ તે હોસ્પિટલમાં સ્વીપર તરીકે કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરે છે. કોન્ટ્રાકટ પુરો થવાનો હોઇ નોકરી છુટી જશે તેવો ભય લાગતાં ફિનાઇલ પી લીધું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરી હતી.

શાપરમાં જીતુભાઇ વાજા ઝેર પી ગયા

શાપર વેરાવળ ગંગા ફોર્જિંગ પાસે રહેતાં જીતુભાઇ કરસનભાઇ વાંજા (ઉ.૪૦) નામના વાળંદ યુવાને ઝેર પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તે અગાઉ સિકયુરીટી તરીકે નોકરી કરતાં હતાં. હાલમાં નોકરી ન હોઇ બેકારીથી કંટાળીને પગલુ ભર્યુ હતું. સંતાનમાં છ પુત્રી અને એક પુત્ર છે.

બીલખામાં કુંજલ ચોૈહાણ એસિડ પી ગઇ

બલખા ભલગામમાં રહેતી કુંજલ પ્રેમજીભાઇ ચોૈહાણ (ઉ.૨૦) એસિડ પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ છે. તેણી ત્રણ બહેન અને બે ભાઇમાં વચેટ છે. તેણીને માથાનો દુઃખાવો સતત થતો હોઇ તેનાથી કંટાળીને આ પગલું ભર્યાનું જણાવાયું હતું.

(11:44 am IST)