Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

મોરબીમાં ઝુલેલાલની અખંડ જ્યોત

મોરબીઃ  સમગ્ર સિંધી સમાજ માટે ધાર્મિક મહત્વ ગણાતું એવું ઝૂલેલાલનું મંદિર સિંધ પ્રાંતમાં આવેલ હોય ત્યાંથી ઝૂલેલાલ ભગવાનની અંખડ જયોત ત્યાંથી ભારત લઈ આવવામાં આવી હોય જે જયોત મહારાષ્ટ્રના ઉલ્લાસનગરથી જયોત યાત્રા નીકળી છે. જે જયોત યાત્રા ૮૦ દિવસ બાદ સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન મોરબી ખાતે પહોંચી હતી અને આ જયોતના દર્શનનો સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો તેમજ મંદિરમાં ધાર્મિક કાર્યકમ યોજાયા હતા આ યાત્રા અંગે આયોજકો જણાવ્યું હતું કે ઙ્ગમહારાષ્ટ્રના જલગાવ ખાતે સિંધી સમાજનું વિશાલ રામ ભગવાન, ઝૂલેલાલ ભગવાન અને હિંગળાજ માતાજીનું મદિર અને સંતો પ્રતિમા સાથે મ્યુઝીમ તેમજ હોસ્પિટલ બનવા જઈ રહી છે તેના પ્રચાર માટે આ યાત્રા નીકળી છે તે લગભગ ૩ વર્ષ દેશના જુદા જુદા ૧૫૦૦ શહેરમાં પસાર થશે જેથી મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો આ જયોતિનો દર્શન લાભ લઇ શકે તેના માટે આ યાત્રા નીકળી છે. જ્યોતયાત્રાની તસ્વીર.

(11:43 am IST)