Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

જામનગરના ધારાસભ્ય માડમે વિધાનસભામાં મગફળી ખરીદી ભાવો અંગે જાણકારી માગી

જામનગર તા.૨૮ : રાજય વિધાનસભામાં શિયાળુ સત્ર દરમિયાન ખરીફ સીઝનમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં દૈનિક મહતમ ખેડૂત ખાતેદાર દીઠ કેટલી મગફળીની ખરીદીની જોગવાઇ કરેલ છે અને કરેલ જોગવાઇ બાદ ખેડૂતો પાસેથી મગફળીનો જથ્થો ટેકાના ભાવે ખરીદી બાદ વધે તે સબંધમાં શુ જોગવાઇ છે તે બાબતમાં વિધાનસભાના ચાલુ સત્રમાં વિક્રમભાઇ માડમે પ્રશ્ન પુછીને માહિતી મેળવવાનો પ્રયાસ કરેલ.

ઉપરોકત સ્થિતિએ ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ ખેડૂતો પાસે જો મગફળીનો જથ્થો વધે તો તે વધારાની મગફળીની ખરીદી માટે કોઇ વ્યવસ્થા સરકારશ્રીએ કરેલ છે કે કેમ ? તે બાબતો વિઘાનસભામાં કૃષિમંત્રી સમક્ષ ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવેલ.

કૃષિ વિભાગનો હવાલો સંભાળતા માન. કૃષિમંત્રીશ્રીએ જણાવેલ કે ખરીદ સીઝન ૨૦૧૯માં ભારત સરકારની કેન્દ્રીય એજન્સી નાફેડ દ્વારા રાજયમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા હાથ ધરેલ છે. પીએમ આશા અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (પીએસએસ) માટેની સુધારેલ માર્ગદર્શીકા ઓકટોબર ૨૦૧૮ મુજબ પ્રતિદિન પ્રતિ ખેડૂત પાસેથી મહતમ ૨૫૦૦ કી. ગ્રામ મગફળીની ખરીદીની જોગવાઇ છે તેમ જણાવેલ.

(11:43 am IST)