Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

સોમનાથમાં રોજગારલક્ષી તાલીમમાં સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ

પ્રભાસપાટણ તા ૨૮  : સોમનાથ ટ્રસ્ટ આગામી પાંચ વર્ષમાં સંપૂર્ણ ગીર સોમનાથ જીલ્લાને રોજગાર લક્ષી તાલીમ આપી જીલ્લાના યુવાનો યુવતિઓને સ્વનિર્ભર આત્મવિશ્વાસથી રોજગારી મેળવવા ઉપયોગી થશે.

સોમનાથ રામમંદિર ઓડીટોરીયમ હોલ ખાતે અંબુજા ફાઉન્ડેશન અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કોૈશલ્ય તાલીમ વર્ધક રોજગાર લક્ષી તાલીમમાં ઉતીર્ણ થયેલ યુવાન છાત્ર છાત્રાઓને પ્રમાણપત્ર સમારોહમાં પી.કે. લહેરી એ જણાવેલ હતું.

અંબુજા કંપનીના અરૂણકુમાર શર્માએ જણાવેલ કે, ૧૩૦૦ જેટલા યુવાનોને અમે રોજગાર લક્ષી તાલીમ આપી છે, જેઓ જોબ મેળવી સ્વનિર્ભર બની ચુકયા છે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારે અને અંબુજા ફાઉન્ડેશન એ.ડી.ના પ્રિન્સિપાલ અજીત બારડે અમે માત્ર ભણતર જ નહી, પરંતુ જીવનનું ઘડતર પણ કરીએ છીએ, અને સંસ્કાર સિંચન અમારૂ પરીણામ લક્ષી બનેલ છે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરીએ જણાવેલ કે રોજગાર લક્ષી તાલીમનું આવુ સેન્ટર સોમનાથ ખાતે શરૂ કરવા અમારો નિર્ધાર છે. આગામી વર્ષોમાં જીલ્લાનો કોઇપણ યુવાન બેકાર ન રહે અને દુનિયામાં રોજી રોટી અને આજીવીકા મળી રહે તેવા અમારા પ્રયાસો રહેશે.

(11:39 am IST)