Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

વડિયાના ઢુંઢિયા પીપળીયામાં સિંહ આવી ચડયોઃ રોઝનુ મારણ કરતા ફફડાટ

વડિયા, તા.૨૮: જંગલ વિસ્તારો છોડી વન્યપ્રાણી રેવન્યુ વિસ્તારોમાં ફરીઙ્ગ

રહયા છે તેવા સમયે વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે ખેડૂતના ખેતરમાં વન્યપ્રાણીએઙ્ગ રોઝનું મારણ કર્યું જેમાં ખેડૂતે સવારે વનતંત્રને ફોન કરીને જાણ કરી પરંતુ વનતંત્ર સાંજ સુધી ન આવતા ખેડૂતોમાં પોતાના મજૂરોને લઈને ભયનો ઘાટ સર્જાયો...

વડિયા ના ઢૂંઢિયા પીપળીયાના સુરવો સીમવિસ્તારમાં આવેલ ગાંગજીભાઈ પટોડીયા ખેતરમાં વન્યપ્રાણીએ રાત્રીના મારણ કરીને એક ખેતરમાંથી બીજા ખેતરમાં કપાસમાં ઢસડીને મિજબાની માણી...ખેડૂતને સવારે જાણ થતાંજ વનતંત્રને જાણ કરી પરંતુ સાંજ સુધી વનકર્મી ના પહોંચતા ખેડૂતો પોતાના ખેતમજૂરોની રખેવાળી માટે સતત ખડેપગે રહયા અને વનતંત્રને ફોન પર ફોન કરતા રહયા...આવું છું ના જવાબો મળ્યા ભયથી ધ્રુજતા ખેડૂતો પોતાના ખેતમજૂરોની રખેવાળી કરતા રહયા સાંજ સુધી હવે સાંજે વનકર્મી પહોંચીને રોઝનું મારણ કરેલ અને પગના નિશાનો જોઈને જણાવે છે કે આ નરસિંહના પગના નિશાનો છે અને આ મારણ સિંહે કરેલ છે પુષ્ટિ આપતા ખેડૂતો કહે હોવે અમો રાત્રે પણ પાણી વાળવા નહીં આવીએ અને સુ સરકારને અરજ કરે છે સાંભળો...

(11:30 am IST)