Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ભાવનગરમાં કેન્સરની અત્યાધુનિક સારવાર

એચસીજી હોસ્પિટલ એ અત્યાધુનિક ટેકનોલોજી સાથે નું એલેકટા સિનર્જી મશીન વસાવ્યું

 ભાવનગર તા.૨૮: ભાવનગર શહેરના હાર્દસમા મેદ્યાણી સર્કલ વિસ્તારમાં છેલ્લા ૪ થી પણ વધુ વર્ષોથી કાર્યરત એચ . સી . જી હોસ્પિટલ દ્વારા શહેર તથા આસપાસ ના દર્દીઓ માટે હૃદયરોગની સારવાર , કેન્સર સર્જરી તથા રેડીએશન ( શેક ) ની સારવાર , મગજ તથા ચેતાતંતની સારવાર , કિડનીના રોગોની સારવાર , હાડકાં તથા સાંધાના રોગોની સારવાર . ઇમરજન્સી તથા રોડ એકસીડન્ટની સારવાર , ક્રિટીકલ કેર સારવાર વગેરે અનુભવી અને નિષ્ણાત તબીબી ટીમ તથા અત્યાધુનિક ઉપકરણોની દેખરેખ હેઠળ ઉપલબ્ધ છે.

ઙ્ગસમગ્ર જીલ્લામાં એકમાત્ર એચ . સી . જી . હોસ્પિટલ ખાતે કેંસરની સારવાર માટે અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે . આ લક્ષને ધ્યાનમાં રાખીને એચ . સી . જી . હોસ્પિટલ . ભાવનગરમાં એલેકટા સીનર્જી મશીન સાથે રેડીએશન યુનીટ કાર્યરત છે , જે કેન્સરના દર્દીઓ માટે એક આશાનું કિરણ છે .

એલેકટા સીનર્જી મશીન દ્વારા વિવિધ પ્રકારના કેંસરની ગાઠ માટે વધુ સરળ રીતે , વધુ જડપી અને છતાં દ્યણી વધુ અસરકારક રીતે રેડીએશન સારવાર આપી શકે છે . આ સિસ્ટમથી પેટ , લીવર , ફેફસા , છાતી . માથા તથા ગાળાના સંવેદનશીલ ભાગોમાં પણ અત્યંત ચોકસાઇપૂર્વક રેડીએશન આપી શકાય છે.

એચ સી જી . હોસ્પિટલ , ભાવનગર ખાતે એલેકટા સીનજી મશીનથી આસપાસના ૧૫૦ કિલોમીટર થી પણ વધુ વિસ્તારના નાના મોટા ગામના દર્દીઓને પરવડે તેવા દરે શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થઈ છે . હવે દર્દીઓને કેંસરની સચોટ સારવાર માટે અમદાવાદ , વડોદરા કે રાજકોટ જેવા મોટા શહેરો સુધી જવાની જરૂર નથી , કારણ કે આ તમામ સારવાર દ્યર આંગણે જ ઉપલબ્ધ છે.

વળી . એચ . સી . જી હોસ્પિટલ , ભાવનગર ખાતે ૮ થી પણ વધુ વર્ષોનો અનુભવ ધરાવતા ડોકટરઙ્ગ પુષ્પેન્દ્ર હિરપરા ( રેડીએશન ઓકોલોજિસ્ટ ) તથા તેમની અનુભવી અને નિષ્ણાત ટીમ કાર્યરત છે.

આ ઉપરાંત માં યોજના તથા આયુષ્માન ભારત યોજના ના લાભાર્થીઓ માટે એચ . સી . જી . હોસ્પિટલ , ભાવનગર ખાતે કેંસરની સંપૂર્ણ સારવાર ( રેડીએશન , સર્જરી) વિનામુલ્ય ઉપલબ્ધ છે તથા બહારગામથી સારવાર માટે આવતા રેડીએશનના દર્દીઓ માટે સારવાર દરમિયાન દર્દી તથા સગાને રહેવાની સુવિધા મફત પૂરી પાડવામાં આવે છે.

ઙ્ગઆમ , એચ . સી . જી હોસ્પિટલ ભાવનગર અને આજુબાજુના વિસ્તારના લોકો માટે સંપૂર્ણ મેડિકલ જરૂરિયાતો પૂરી પાડી રહી છે.

(11:30 am IST)