Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ઠંડીનો ધ્રુજારોઃ નલીયા ૩.૬, ગીરનાર ૮, રાજકોટ ૯.૩ ડીગ્રી

શિયાળાનો માહોલ બરાબરનો જામ્યોઃ મોડી રાત્રીના અને વહેલી સવારે કડકડતી ઠંડી

રાજકોટ, તા., ર૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડીમાં વધારો થઇ રહયો છે અને લોકો ઠંડીમાં ઠુંઠાઇ રહયા છે. લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો  થતા લોકોને ઠંડીની અસર થઇ રહી છે.

ગઇકાલથી લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઇ રહયો છે અને આજે સૌથી વધુ ઠંડી કચ્છમાં નલીયામાં ૩.૬ ડીગ્રી નોંધાયું છે. જયારે ગીરનાર પર્વત ઉપર ૮ ડીગ્રી અને રાજકોટમાં ૯.૩૯ તથા જામનગરમાં ૧૧.પ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢ વિસ્તારમાં આજે પણ ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ઠુંઠવાઇ ગયા હતા.

છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો નીચે ઉતરી રહયો છે અને જુનાગઢનું લઘુતમ તાપમાન ૧ર.૮ ડીગ્રી આસપાસ રહયું હતું. ઠંડીની સાથે ભેજનું પણ આક્રમણ થતા વાતાવરણ ટાઢુબોળ થઇ ગયું હતું.

આજની ૮ ડીગ્રી ઠંડીને લઇ ગિરનારની યાત્રાએ આવેલા યાત્રીકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. હજુ આગામી સપ્તાહમાં પણ શીતલહેર યથાવત રહેવાની શકયતા છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ર૬ મહતમ ૧૧.પ લઘુતમ પ૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૧ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી.

કયાં કેટલો ભેજ-લઘુતમ તાપમાન

શહેર

હવામાં ભેજ (ટકા)

લઘુતમ  તાપમાન (ડીગ્રી)

ગિરનાર પર્વત

૪ર

૮.૦

 અમદાવાદ

પ૧

૧૦.ર

ડીસા

૭૧

૬.૮

વડોદરા

૬૪

૧ર.ર

સુરત

૪૩

૧૬.૪

રાજકોટ

પ૪

૯.૩

ભાવનગર

૬૮

૧૪.ર

પોરબંદર

૩૮

૧૩.૪

વેરાવળ

૩૦

૧પ.૯

દ્વારકા

પ૯

૧પ.૬

ઓખા

પ૮

૧૯.ર

ભુજ

૬૪

૯.૦

નલીયા

૭૧

૩.૬

સુરેન્દ્રનગર

પપ

૧૦.ર

ન્યુ કંડલા

૧૧.૦

કંડલા એરપોર્ટ

પ૭

૮.ર

ગાંધીનગર

 ૬૮

૧૦.૦

મહુવા

 ૬પ

૧૩.૮

દીવ

પ૩

૧૩.૮

વલસાડ

૮૦

૧૪.૧

વલ્લભવિદ્યાનગર

૬૪

૧૦.ર

જુનાગઢ

૪પ

૧૧.પ

જામનગર

પ૩

૧ર.૮

(3:33 pm IST)