Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

મોરબીના અંગત અદાવતનો ખાર રાખી ત્રણ શખ્શોએ યુવાનને સળિયા વડે માર માર્યો: બાઇકને નુકશાન કર્યું

કંડલા બાયપાસ નજીક આવેલ વારીયા પ્લોટ વિસ્તારમાં ધમાલ

મોરબી : મોરબીના કંડલા બાયપાસ  નજીક આવેલ વારીયા પ્લોટ વિસ્તારમાં ત્રણ શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરીને ગાળો આપીને મોટર સાઈકલમાં નુકશાની કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

   મળતી વિગત મુજબ મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલ વારીયા પ્લોટ વિસ્તારમાં રહેતા ભુપતભાઈ દિનેશભાઈ જોષી (ઉ.૧૯) પોતના ઘરે સુતા હતા ત્યારે શેરીમાં બોલાચાલી તથા દેકારો થતા ઘરેથી બહાર નીકળેલ તો ત્યાં આરોપી સલીમ ઉર્ફે ડેની, મુસો અને બસીર ફરિયાદી ભૂપતભાઈના ઘરની બાજુમાં રહેતા સુમનબેન સાથે બોલાચાલી કરતા હોય અને ફરિયાદી ભુપતભાઈને જોઈ આરોપી સલીમ ઉર્ફે ડેની તથા મુસોએ આવીને આવેલ ગાળો આપી અને કહેવા લાગેલ કે તું અસલમબાપુ સાથે ફરે છે

  તને તેની હવા છે જેનો ખાર રાખી આરોપી મુસાના હાથમાં રહેલ લોખંડના સળિયા વડે ફરિયાદી ભૂપતભાઈને પગમાં ઘા મારી ઈજા કરી તેના બાપુજી દિનેશભાઈ જોષી તથા તેનો ભાઈ વચ્ચે બચાવવા પડતા તેને પણ મૂઢ માર મારી જતા જતા શેરીમાં પડેલ બે મોટર સાઈકલને સળિયા વડે તોડી નુકશાન કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે

(1:07 am IST)