Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

હળવદના ઘનશ્યામપુર ગામ નજીક દીપડાના પગલાના નિશાન જોવાયા :વનવિભાગ સતર્ક

દીપડાને પકડી લેવા પીજારું મુકવાની તજવીજ

હળવદના ઘનશ્યામપુર ગામ નજીક દીપડાના પગના નિશાન જોવા મળતા વનવિભાગની ટીમ દોડી જઈને પીજારું મુકવાની કામગીરી હાથ ધરી છે.

હળવદના ઘનશ્યામપુર ગામ નજીક દીપડા પગના નિશાન જોવા મળ્યા હતા.ઘનશ્યામપુર ગામ નજીક આવેલ જાલુભાઈ અરજણભાઈ ભાટિયાની વાડી નજીક દીપડાના પગલા જોવા મળતા આસપાસના વાડી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે તો દીપડાના પગલા જોવાની જાણ થતા રેંજ ઓફિસર ડી.એન દઢાંણીયા, મોરબી-હળવદ વિન વિભાગ અને વિસ્તરણ હળવદની ટીમ દોડી ગઈ હતી અને પગલાના નિશાન દીપડાના જ હોય અને ૩ વર્ષનું દીપડાનું બાળ હોવાની માહિતી રેજ ઓફિસર ડી.એન.દઢાંણીયા પાસેથી મળી હતી હાલ વનવિભાગની ટીમે દીપડાને પકડી લેવા પીજારું મુકવાની તજવીજ હાથ ધરી છે.

(1:15 am IST)