Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

મોરબીના આઉટસોર્સ કર્મચારીઓ બાકી વેતન-પીએફ મુદે લડાયક મુડમાં: હડતાલની ચીમકી:આવેદનપત્ર પાઠવ્યું

બાકી રહેતો પગાર, દિવાળી બોનસ અને પીએફ ચુકવણું નહિ કરાય તો હડતાળની ચીમકી

મોરબી જીલ્લાના વિવિધ તાલુકામાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓ પગાર અને પીએફ સહિતના મુદે લડાયક મૂડમાં જોવા મળી રહ્યા છે અને કર્મચારીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને યોગ્ય ના કરાય તો આગામી તા. ૧ થી હડતાલની ચીમકી ઉચ્ચારી છે

મોરબી જીલ્લા આઉટસોર્સ કર્મચારીઓ જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે આઉટસોર્સ કર્મચારીઓ એજન્સી થકી જુદા જુદા તાલુકાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર, સેવક, ડ્રાઈવર અને સફાઈ કામદાર તેમજ ચોકીદાર તરીકે વિવિધ કચેરીમાં ફરજ બજાવે છે રેગ્યુલર કર્મચારીઓ સાથે આઉટસોર્સ કર્મચારીઓ પણ ખંતપૂર્વક કામગીરી કરે છે અને ફરજ નિભાવી રહ્યા છે

 આઉટસોર્સ કર્મચારીઓને રવિવારની રજા બાદ કરતા કુલ ૨૬ દિવસનો પગાર ચૂકવાય છે તેમજ રજાના દિવસોમાં પણ ફરજ બજાવતા હોય છે છતાં કર્મચારીઓને ચૂકવાતું વેતન ખુબ ઓછું છે પગાર, દિવાળી બોનસ અને પીએફ ચૂકવેલ નથી એજન્સી તરફથી આઉટસોર્સ કર્મચારીઓ એજન્સીમાં જોડાયેલ ત્યારથી આજદિન સુધી પીએફ ખાતા નંબર તથા પગાર બીલની સ્લીપ કર્મચારીને મળેલ નથી ટેલીફોનીક અને એજન્સીને રૂબરૂ જાણ કરવા છતાં માંગણીઓ પૂરી કરવામાં આવી નથી

જેથી બાકી રહેતો પગાર, દિવાળી બોનસ અને પીએફ ચુકવણું નહિ કરાય તો બધા આઉટસોર્સ કર્મચારીઓ તા, ૦૧-૦૧-૨૦૨૦ થી કચેરી કામગીરીથી દુર રહીશું તેમ જણાવ્યું છે

 

(1:19 am IST)