Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

મોરબીના ઋષભનગરના મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના બે આરોપી ત્રાજપર ચોકડીએથી ઝડપાયા

ચોરીની વીતી,પાટલાની ચિપ્સ,ચાંદીનો કન્દોરો-સાંકડાં અને રીક્ષા સહીત 75 હજારથી વધુનો મુદામાલ જપ્ત

મોરબીના ઋષભનગરમાં રહેણાંક મકાનમાં ચોરીના બનાવ મામલે મોરબી બી ડીવીઝન પોલીસે બે શ્સ્ખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબા મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ઇન્ચાર્જ ડીવાયએસપી વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.આલની સુચનાથી મોરબી શહેરમાં ધરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે ટીમ કાર્યરત હોય દરમિયાન મોરબીના ઋષભનગર વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ નિમાવતના રહેણાંક મકાનમાં ચોરી થયાની ફરિયાદ મોરબી ડીવીઝન પોલીસ મથકમાં નોધાઇ હતી

   મામલે મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટાફ વધુ તપાસમાં હોય દરમિયાન ક્રિપાલસિંહ ચાવડા,કિશોરદાન ગઢવી અને એ.પી.જાડેજાને મામેલ બાતમીના આધારે મોરબીના ત્રાજપર ચોકડી નજીક વોચ ગોઠવતાત્યાંથી પસાર થતી રિક્ષા શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા રિક્ષામાં રહેલ ચેતનભાઈ ગોરધનભાઈ ગાંગડીયા અને રવિભાઈ હકાભાઇ પાટડીયા બનેની પુછપરછ કરતા તેઓ પોતાના સાથીદાર સવજીભાઈ જકસીભાઈ દેવીપુજક એમ ત્રણેય શખ્સોએ આ ચોરી કર્યાની કબુલાત આપી હત અને તેની પાસેથી ચોરીમાં ગયેલ સોનાની વીટી નંગ-૧ કીમત રૂ.૫૦૦૦, પાટલાની ચિપ્સ નંગ-૨ કીમત રૂ.૧૦,૦૦૦, ચાંદીનો કંદોરો નંગ ૧ કીમત રૂ.૫૦૦૦, ચાંદીના સાંકળા જોડી ૨ કીમત રૂ.૩૦૦૦ તથા ઈમિટેશન હાર નંગ-૨ કીમત રૂ.૧૦૦૦ અને રોકડ રકમ ૨૫૦૦ રૂપિયા સહીત સી.એન.જી રિક્ષા જીજે ૩૬ યુ ૩૩૮૨ કીમત રૂ.૫૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭૫,૬૦૦ કબજે કરી બંનેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે છે તો અન્ય એક આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી બી ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી.એસ.આઈ. બી.યુ.સોઢા, અર્જુનસિંહ ઝાલા, રમેશભાઈ મિયાત્રા, મુકેશભાઈ જીલરીયા, ભગીરથભાઈ લોખીલ અને દેવસીભાઈ મોરી સહિતના સ્ટાફે કરેલ છે.

(1:17 am IST)