Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

મોરબીના ગ્રામ્ય પંથકમાં સગીરા દુષ્કર્મ કેસમા આરોપીને ૧૦ વર્ષની કેદની સજા

વર્ષ ૨૦૧૫ ના દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદો

મોરબીના ગ્રામ્ય પંથકમાં વર્ષ ૨૦૧૫ ની સાલમાં સગીરા દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીને ૧૦ વર્ષની કેદની સજા અને ૧૭,૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે

   બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે એક શખ્શે દુષ્કર્મ આચર્યું હોય અને તેની કલીપ બનાવી સગીરાને પરેશાન કરતા હોય જે મામલે પોલીસે મુખ્ય આરોપી મહેશ દેવજીભાઈ પરમાર તેમજ અન્ય બે સગીરને ઝડપ્યા હોય અને આરોપી મહેશ દેવજીભાઈ પરમાર સામે મોરબી કોર્ટમાં દુષ્કર્મ અંગેનો કેસ ચાલી જતા આજે કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવીને ૧૦ વર્ષની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે

   મોરબીમાં એમ કે ઉપાધ્યાયની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેએ રજુ કરેલ ૧૮ સાક્ષી અને ૨૨ દસ્તાવેજી પુરાવાને પગલે કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૧૦ વર્ષની સજા તેમજ ૧૭,૫૦૦ રૂપિયાની દંડ ફટકાર્યો છે

(1:13 am IST)