Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ભાવનગરમાં ઘરમાંથી લટકતી મળી સોનીની દુકાનમાં કામ કરતા યુવકની લાશ :ઘરમાંથી દાગીના થયા ગૂમ

મૃતક હિતેન્દ્રસિંહ ગોહિલની હત્યા થયાનો પરિવારજનોએ લગાવ્યો આરોપ

ભાવનગરમાં યુવકની ઘરમાંથી લટકતી હાલતમાં લાશ મળી છે ભાવનગરના  ઘોઘા રોડ પર આવેલ બાલ યોગી નગરમાં 40 વર્ષીય યુવકની તેના ઘરમાંથી લટકેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

  મૃતક યુવકનું નામ હિતેન્દ્ર સિહ ગોહીલ હોવાનું સામે આવ્યું છે. અને તે સોનીની દુકાનમાં કામ કરતો હતો. જે સમયે યુવકની લટકેલી હાલતમાં લાશ મળી આવી તે સમય ઘરમાંથી દાગીના પણ ગાયબ હતા. જેથી મૃતક યુવકના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે યુવકની હત્યા થઈ છે.

 ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલ પહોચ્યો હતો. અને તેમણે યુવકના મૃતદેહને પેનલ પી.એમ અર્થે ખસેડ્યો હતો.

(12:57 am IST)