Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ગારીયાધાર વાલ્મિકી સમાજ દ્વારા આવેદન

 ગારીયાધાર વાલ્મિકી સમાજ દ્વારા સલમાનખાન અને શિલ્પા શેટ્ટી દ્વારા વાલ્મિકી સમાજ પર થયેલી અભદ્ર ભાષાની ટીકા-ટીપ્પણી મામલે આવેદન પત્ર પાઠવાયું હતું.

ભારતીય સંવિધાનની કલમ એટ્રોસીટી એકટ નીચે ફરીયાદ દાખલ કરવાની માંગણી ઉચ્ચારાઇ છે. આ આવેદનપત્ર માટે વાલ્મિકી સમાજના પ્રમુખ જયંતીભાઇ નૈયા સાથે યુવાનો, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઇ કચરાતી લોરીમાં સલમાનખાન અને શિલ્પા શેટ્ટીના ફોટાઓ પર જુતાનો હાર પહેરાવી સમગ્ર શહેરમાં રેલી યોજી નારબાજી કરી પોતાનો આક્રોશ વ્યકત કરી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું.

(11:56 am IST)