Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

લાઠીના ભીંગરાડના વતન પ્રેસ ઉદ્યોગ પતિએ ગામને ગોકુળિયું બનાવવાનો સંકલ્પ કર્યો

સુરતના લી.માણેક એકસપોર્ટ કંપનીના માલિક

ગામની જરૂરીયાત મુજબ વતનપ્રેમી માણેકશેઠે પત્નિ સાથે સર્વે કરી પાણીની સુવિધા માટે તળાવ, વિશાળ બગીચા અને બાળકો માટે ક્રિકેટનું મેદાન શાળા માટે મકાન, પક્ષીઓ માટે ચબુતરો તથા પ્રવેશ દ્વાર, સસ્માન અને પાકા રસ્તાની સવિધા આપી ગામની તાસીર બદલી દીધી...

લાઠી, તા.૨૦: લાઠી તાલુકાનુ ભીંગરાડ ગામમા પ્રવેશતા જ દેખાઈ છે સુન્દર પ્રવેશ દ્વાર વાત કરીએ આ વતનપ્રીમી માણેક શેઠની તો આજ થી પચાસેક વર્ષ પહેલા ધન્ધાર્થે સુરત સ્થિર થયા અને સુરતમા બી.માણેક એકસ્પોર્ટ નામની કંપની શરુ કરી.. માણેકશેઠને નાનપણથી જ વતન માટે કૈઇક કરી છુટવાની તમ્મના હતી અને થોડા વર્ષો બાદ તેમણે પોતાની પત્નિ સાથે વતન આવી ગામમા જરુરીયાતનો સર્વે કરી સુવિધાઓ શરુ કરી. ત્યારે નજર કરીએ તો ગામમા કાયમી પાણીનો પ્રશ્ન હલ કરવા મોટુ તળાવ બનાવ્યુ.એક વિશાળ બગીચો બનાવ્યો.બાળકો વિશાળ ક્રિકેટનુ મેદાન..શાળાનુ બે માળનુ અધ્યતન બાધકામ...સ્મશાન અને પક્ષીઓ માટે ચબુતરો તેમજ વિવિધ સ્થળોએ પ્રવેશદ્વાર અને પાક્કા રસ્તાઓ બનાવી ગામને ગોકુળીયુ બનાવવાની કામગીરી શરૂ કરી

અહિયા એક બાબત ઉડીને આખે વળગે તેવી એ છે કે આટલા કામો થયા છે જેમા કયાય પોતાનુ નામ કે બોર્ડ નથી લગાવ્યુ,,ત્યારે આ સરળ સ્વભાવના માણેક શેઠ માત્ર ગામને કઈક આપવા માગે છે નામનો કે પ્રસિધ્ધિનો કોઈજ મોહ નથી અને એઓ એવુ માને છે કે જો કુદરતે કઈક આપ્યુ હોઇ તો વતન માટે વિકાસ કરો.

 જુના જમાનામા કહેવત હતી કે ગામડુ એટલે ઉકરડો...ત્યારે આ ભીંગરાડ ગામને સુન્દર જોઇ બહારથી આવતા વતનીઓને ગામમા ગમે એવુ ગામ બનાવ્યુ હોવાની વાતો યુવાનો કહી રહયા છે. અને શહેરના વાતાવરણથી અલગ જ વાતાવરણ જોવા મળતુ હોવાથી લોકો ખુશી અનુભવી રહ્યા છે...ભીંગરાડ ગામે તહેવારો અને રજાના સમયના બહારથી આવતા મહેમાનો ગામમા આવ્યાનો આનન્દ અનુભવે છે અને ગામડાની સુવિશાઓથી ખુશ છે ત્યારે ગામને ગોકુળીયુ બનાવનાર વતનપ્રેમી માણેક શેઠના ધર્મપત્નિ પણ ગૌરવ અનુભવે છે કે આ ગામ માટે કાઈક કામ કરવાની તક તેઓના પરીવારને મળી છે.

ગામના વિકાસની મનોકામના લઈને આવેલા વતનપ્રેમી માણેકશેઠના કામથી ગ્રામજનોમા પણ ખુશીનો માહોલ છે ત્યારે ગામના સરપંચ પણ ખુશી અને ગૌરવની લાગણીઓ વ્યકત કરે છે

ગામડાઓમાથી બહાર જઈ સમ્રુધ્ધ થયેલા લોકોને પ્રેરણા આપતી આ દ્યટનાથી બહાર ગયેલા દરેક ઉધ્યોગપતિઓ વતન માટે થોડો પ્રયાસ કરે તો ભાંગી રહેલા ગામડાઓ ફરી ધબકતા બનશે એમા કોઇ જ શંકાને સ્થાન નથી.

(1:43 pm IST)