Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમરેલી કોંગ્રેસ દ્વારા ઇન્દીરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ

અમરેલી : જીલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા પ્રિયદર્શીની સ્વ.ઇન્દિરા ગાંધી ની જન્મ જયંતી નિમિતે સર્કીટ હાઉસ અમરેલી ખાતે સ્વ.ઈન્દિરાજી ને પુષ્પ વંદના સાથે ઇન્દિરાજીના જીવન જરમર અને દેશને આપેલ યોગદાન અને એમની શહાદતને લગતા વ્યાખ્યાન જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ સોસા દ્વારા વકતવ્ય આપવા માં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દરેક કોંગ્રેસ કાર્યકરો એ સ્વ.ઈન્દિરાજી નેઙ્ગ ભાવ પૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી શહેર સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી તાલુકા કોંગ્રેસ અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ ના સંયુકત ઉપક્રમે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવીયો હતો. આ કાર્યક્રમ માં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ભાઈ સોસા લાઠી. જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેની બેન ઠુમ્મરઙ્ગઅમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ રવજી વાઘેલાઙ્ગ તાલુકા પંચાયત પ્રમુખ નિરાભાઈ અખબરીઙ્ગ અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુમ્મર, શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ હાર્દિકઙ્ગ સેન્જલીયા,ઙ્ગશરદ ધાનાણી,ઙ્ગ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, ટીકુભાઈ વરુ, અમરેલી જિલ્લા લોકસરકારના ઇન્ચાર્જ સંદીપ પંડ્યા, હંસાબેન જોશી, ભાવેશ, પીપળીયા નગર પાલિકાના સદસ્ય સંદીપ ધાનાણી, જીતુભાઇ ગોળવાળા, બીકે સોલિયા, પ્રકાશ લાખાણી, બાલુબેન પરમાર, માધવીબેન જોશી, ભારતીબેન શુકલ, વસંત કાબરીયા, જમાલ મોગલ, રાજ ગાંધી, વર્ષીલ સાવલિયા, પરેશ ભુવા, નારણ મકવાણા,ઙ્ગશંભુભાઈ દેસાઈ, પતાજલ કાબરીયા, ચંદુ બારૈયા, રાજુ બીલખીયા, ફરીદ રઈસ, રફીક મોગલ, ગોહિલભાઈ, વિપુલ પોકિયા, સમીર કુરેશી, ફેજલ ચૌહાણ,ઙ્ગ વર્ષીલ સાવલિયા, જનક પંડ્યા, શરદ મકવાણા, જગદીશ ડાભી, દિનેશ તારપરા, ભરત હપાણી સહિતના કોંગ્રેસી આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી)

(1:40 pm IST)