Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

તળાજા યાર્ડની ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ નિશ્ચિત

જેમની પાસેથી મત લેવાના છે તેજ મતદારોની ખેડૂત સહકારી પેનલ બનશે : કોંગ્રેસના યુવા લડાયક આગેવાન પણ ઇચ્છે છે પરિવર્તન

તળાજા તા. ૨૦ : તળાજા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ રાજકીય ગરમાવોઙ્ગ વધતો જાય છે. સહકારી કાયદો એવું કહે છે કે ગુજરાત માં કોઈપણ ખાતેદાર ખેડૂત ચૂંટણી લડી શકે છે યાર્ડ ની. પરંતુ યાર્ડમાં નિશ્ચિત માનતાઙ્ગ ત્રીપાંખિયા ચૂંટણી જંગમાં પ્રથમ વખત જે મંડળીના સતાવાર મતદારો છે એમનિજ પેનલ બનીને જંગ ખેલાશે જે ભારે રસાકસી વાળો રહશે.

તળાજા માર્કેટીંગ યાર્ડમાં આવનાર ચૂંટણીમાં તમામ રાજકીય હથ કનડા અપનાવવા માં આવશે તેવા એંધાણ અત્યાર થીજ વર્તાઈ રહ્યા છે.ઙ્ગ યાર્ડના પૂર્વ સેક્રેટરી હરજીભાઈ ધંધાલિયા જેવા કહી શકાય કે મોટો જાણીતો ચહેરો પણ ચૂંટણી જન્ગ માં ઝપલાવવા થનગની રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના જ એક યુવા લડાયક ચહેરો ભલે બે પાંચ લાખ વપરાય જાય પણ દર વર્ષે એકના એકજ વ્યકિતઓ ચૂંટણી લડે અને નવાને સ્થાન ન આપી ને અન્યાય કરી રહ્યાના ક્રાતિ કરી ભાષામાં વાત કરી રહ્યા છે.

સહકારી ક્ષેત્રના શ્રી ગોહિલના જણાવ્યા પ્રમાણે યાર્ડની દશા ખરાબ થઈ ગઈ છે.ભૂતકાળ માં કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષ નો સ્વાદ માણીઙ્ગ ચૂકેલ જોર્શનગભાઈ કહેછે કે બન્ને ની સામે ત્રીજી પેનલ ઉભી કરવી છે. ખેડૂત પેનલ ફાઇનલ છે. આ પેનલ માં કુલ મતદાર મંડળી સત્યોતેર છે. તેમાંના ૯૭૯ મતદારો માંથીજ આઠ સભ્યો ચૂંટણી લડવા માટે ત્યાર થયા છે. પ્રથમ વખત જ જે મતદાર મંડળી ઓ છે તેનાજ સભ્યો લડે છે આથી ઘણુંજ આસાન થઈ જશે .

ખેડૂત સહકારી પેનલ તેવું નામ આપવામાં આવ્યો છે. એ ઉપરાંત વેપારીઓ પણ આ ત્રીજા મોરચા વાળી પેનલ માંથી લડવા ઇચ્છિત હોય કાલ વેપારીઓ ની બેઠક છે.

જોકે ખરીદ વેચાણ સનઘ માં કોઈ હાલ સોર્સ ન હોય તે ના બે સભ્યો નથી. આથી ૧૪ માંથી ૧૨ સભ્ય સાથે ચૂંટણીઙ્ગ જંગ માં ત્રીજી પેનલ સાથે લડાશે.

આમ તળાજા યાર્ડમાં ત્રીપાંખીયો જંગના મંડાણ કહી શકાય કે થઈ ગયા છે. શામ દામ દંડ અને ભેદની નીતિ અખત્યાર કરવામાં જે માહિર હશે તેં સતા હાંસલ કરશે તેમ જણાય આવે છે.

જોકે રાજકીય ચર્ચા એવી પણ છે કે ત્રીજી પેનલ જે ઉભીઙ્ગ રહેવા માંગે છે તેના કારણે ભાજપ ને ફાયફો અને સતા માટે રાહ માં ઉભેલ કોંગ્રેસ ને ગેર ફાયદો છે.

(12:07 pm IST)