Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

હ. મોહંમદ સાહેબના જન્મ દિવસને સૌરાષ્ટ્રના વ્હોરા બિરાદરોએ ઉમંગથી મનાવ્યો

જસદણ : રાજકોટ, ધોરાજી જામનગર, જુનાગઢ, બોટાદ, મોરબી, અમરેલી, પોરબંદર, જસદણ સહિતના વ્હોરા બિરાદરોએ પોતાના નબી હ. મોહંમદ મુસ્તુફા સાહેબ (સ.અ.વ.)નો જન્મ દિવસ હર્ષોલ્લાસભેર મનાવ્યો હતો. આ જન્મ દિવસ નિમિત્તે ઝુલુસ, વાએઝ, મજલીશ, ન્યાઝ જેવા કાર્યક્રમો સોમવારે સાંજે મનાવ્યા હતાં. જેમાં સૌરાષ્ટ્રના પાક વ્હોરા બિરાદરો અદન અને અકીદત સાથે ઉમટી પડી પોતાના આખરી નબીને ગર્વભેર યાદ કર્યા હતાં.

(12:03 pm IST)