Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સુત્રાપાડા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાંચી મુકામે રેલી-શસ્ત્રપૂજન કરાયું

પ્રભાસ પાટણ તા.૨૨: સુત્રાપાડા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પ્રાંચી મુકામે શસ્ત્રપૂજન રાખવામાં આવેલ આ તકે રાજપૂત સમાજનાં અગ્રણીઓ અને તેમની સાથે સમાજનાં મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢેલ અને ત્યારબાદ વિધિવત શસ્ત્રપૂજન કરેલ હતું.

આ રેલી અને શસ્ત્રપૂજનમાં જોડાયેલ અગ્રણીઓમાં સુત્રાપાડા તાલુકા રાજપૂત સમાજનાં પ્રમુખ રાઠોડ ધર્મેન્દ્રસિંહ, ગીર-સોમનાથ જિલ્લાનાં રાજપૂત સમાજનાં ઉપ પ્રમુખ રાઠોડ અશોકસિંહ, રાજપૂત સમાજ ટ્રસ્ટના પ્રમુખ રાઠોડ ભીખુભાઇ તેમજ ઘંટીયાથી કનકસિંહ, મનુભા, સુત્રાપાડા નગરપાલિકાનાં ઉપ પ્રમુખ દશરથસિંહ સરવૈયા, કોડીનાર તાલુકાનાં રાજપૂત સમાજનાં પ્રમુખ રાઠોડ વિક્રમસિંહ ગોહિલ, જામભા પરમાર, શુરૃભા, વનરાજસિંહ, અભેસંગ, વિરભદ્રસિંહ તથા ક્ષત્રિય સમાજનાં યુવાનો અગ્રણીઓ દ્વારા શસ્ત્રપૂજન કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા ઘંટીયા-પ્રાંચીનાં રાજપૂત સમાજનાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી. (1.1)

(12:41 pm IST)