Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

દામનગરમાં શસ્ત્રપૂજન :

દામનગર : શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ દ્વારા સામુહિક શસ્ત્રપૂજન કરાયુ. શસ્ત્રપૂજન કર્યા બાદ મહારેલી રૂપે તલવારબાજી, ભાલા સહિત શસ્ત્રોના સાથે તેમજ જય ભવાનીના નાદ સાથે પ્રસ્થાન થઇ ત્યાર બાદ સરદાર ચોક થી વૈજનાથ મહાદેવ મંદિરથી પુનઃ પટેલ વાડા ખાતે જયા ક્ષત્રિય સમાજ દ્વારા વકતવ્ય અપાયુ અને ધર્મરક્ષા તેમજ ગૌરક્ષાનું રક્ષણ કરવાની ફરજ સહિત ક્ષત્રિય ગુણોનો ઇતિહાસના અમર રાજપૂતોના સદગુણોના દાખલા અને પ્રવચનો સાથે સમાજના અગ્રણીઓની શીખ આપતી વાતો પ્રમુખ હિંમતભાઇ કટારીયા, રાજપુત સમાજના અગ્રણી રામદેવભાઇ પરમાર, અશોકભાઇ ડી.બારડ, ભીખાભાઇ વાઢેર, શામજીભાઇ બારડ, મહેન્દ્રભાઇ, આગેવાનો સહિત શિક્ષિત બનો સંગઠીત બનો તેવી અપીલ કરતા મહાનુભાવોનું વકતવ્ય સમજાવવામાં આવ્યુ હતુ. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ભુરણિયા, કાંચરડી, તાજપર, મેથળી, રાભડા, દરામેલ, ભાલવાવ, હજીરાધાર તેમજ લાઠી તાલુકાભરના ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં હાજર રહેલ તે તસ્વીર.

(12:07 pm IST)