Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે સુરેન્‍દ્રનગર જીલ્લા સાથેનો ટ્રેન વ્‍યવહાર ખોરવાયો

વઢવાણ તા. ૧૬ :.. દક્ષિણ ગુજરાત અને મુંબઇમાં ભારે વરસાદના પગલે ટ્રેન વ્‍યવહાર ઉપર ભારે અસર વર્તાઇ છે. જયારે છેલ્લા ત્રણ દિવસમાં મુંબઇમાં ૩૦ ઇંચ જેટલો વરસાદ વરસતા મુંબઇ-રાજકોટ દુરતો સહિત ટ્રેનોને કેન્‍સલ કરવામાં આવેલ છે.

જયારે અમુક ટ્રેનોના રૂટ ટૂકા અને ફેરફાર કરવામાં આવ્‍યા છે. ત્‍યારે સતત ત્રિજા દિવસે સૌરાષ્‍ટ્ર મેલ, ટ્રેન રદ કરાતા મુસાફરોમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્‍યો છે. મુંબઇમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા. અતિ ભારે વરસાદથી લઇને ઝાલાવાડ તરફનો ટ્રેન વ્‍યવહાર ખોરવાયો છે. જયારે પોરબંદર-મુંબઇ-જામનગર-બાન્‍દ્રા, બાંન્‍દ્રા-જામનગર, તિરવલી-જામનગર ટ્રેનોના રૂટો ટૂકાવ્‍યા અથવા ફેરવ્‍યા છે.

આ ઉપરાંત સૌરાષ્‍ટ્ર-મેલ-સોમનાથ-ઓખા, ઓખા-મુંબઇ, રાજકોટ-મુંબઇ ટ્રેનો કેન્‍સલ કરવામાં આવેલ છે. જેના કારણે મુસાફરો અને ખાસ કરીને અપડાઉન કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પરેશાની નો સામનો કરવો પડયો છે.

જયારે હજુ પણ ગુરૂવાર સુધી વરસાદની આગાહી છે જયારે મુસાફરો પણ મુંજવણમાં મુકાયા છે.

(12:28 pm IST)