Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પોરબંદરઃ માછીમારોને વેટ રીંફડની બાકી રકમ વહેલી તકે ચુકવી આપવા માગણી

પોરબંદર, તા.૧૬: માચ્છીમારોને ડીઝલ ઉપરની વેટ રીંફડની બાકી રકમ તાત્કાલીક ચુકવવા બાબતે માછીમાર બોટ ચેસો સિચેશન દ્વારા મત્સ્યોદ્યોગ મંત્રીને રજુઆત કરી છે.

રાજય સરકારશ્રી દ્વારા માચ્છીમારી હેતુ માટે ઉપયોગમાં આવતા ડીઝલ ઉપર વેટ રીફંડ આપવાની યોજના અમલમાં છે.

જેમા રાજય સરકારશ્રી દ્વારા યોજનામાં ફેરફાર કરી નવા નિયમો અમલમાં લાવી ડીઝલ વેટ રીફંડની યોજનામાં ફેરફાર કરી એક કુંટુંબના એક વ્યકિતને બોટ દીઠ રૂ. ૧.૧૪ લાખની મર્યાદામાં વેટ રીફંટ આપવાની યોજના બનાવતા ગુજરાત ભરનાં માચ્છીમારો દ્વારા વિરોધ ઉઠતા અને માચ્છીમારો આ અન્યાથી નિયમો વિરૂધ્ધનો પડધો રાજય સરકારમાં પાડી શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજ, શ્રી અખીલ ગુજરાત માચ્છીમાર મહામંડળ, શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એશોસીએશન તેમજ ગુજરાતનાં જુદાજુદા બંદરનાં માચ્છીમાર આગેવાનો દ્વારા રાજય સરકારમાં વારંવાર રજુઆતો કરી નવી યોજનાનાં અમલ બદલે જુની યોજના પ્રમાણે તમામ બોટને આ યોજનાનો લાભ આપવા માંગણી કરતા રાજય ૃસરકારશ્રી દ્વારા મુખ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં માચ્છીમારોની માંગણી મુજબ નવા નિયમો રદ કરી જુના નિયમો મુજબ તમામ બોટ માલિક માચ્છીમારોને ડીઝલ ખરીદી ઉપર વેટ રીફંડ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અંગેનાં ઠરાવો પણ થઇ જવામાં આવેલ છે. જેને આજે બે મહિના થઇ જવા છતા માચ્છીમારોને વેટ રીફંડ ચુકવવામાં આવેલ નથી. તેમ રજુઆતમાં જણાવેલ છે.(૨૨.૫)

(12:21 pm IST)