Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ભાવનગરમાં બપોરે ગરમ પવન ફૂંકાતા લોકોએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ

ભાવનગરમાં આજે બપોરે ગરમ પવન ફૂંકાતા લોકોએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ હતો. આજે ૨૨ કિ.મી. ની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો.
   ગોહિલવાડ પંથકમાં આજે બપોરે ગરમ પવન ફૂંકાતા બપોરે લોકો તો તોબા કરી ગયા હતા. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 26.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 23% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 22 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

 

(11:08 pm IST)