Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

જામનગરમાં દારૂના કેસમાં આરોપીને જામીન લેવા માટે સમજાવવા ગયેલ પોલીસ કર્મચારીઓ સાથે ઝઘડો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪ : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. સરમણભાઈ રામાભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે,  ભીમવાસ શેરી નં.૧ માં મેલડી માતાના મંદિર વાળી ગલીમાં ફરીયાદી એ.એસ.આઈ.સરમણભાઈ તથા હેડ કોન્‍સ. જીતેન્‍દ્રભાઈ સોચા પોતાની કાયદેસરની સરકારી ફરજ અન્‍વયે આરોપી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ વિરૂઘ્‍ધ પ્રોહી કલમ-૯૩ હેઠળ અટકાયતી પગલા લેવા સબબની કાર્યવાહી માટે મજકુર આરોપી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ ને અવાર નવાર બોલાવવા છતા આવેલ ન હોય અને આગામી લોકસભાની ચુંટણી અન્‍વયે અટકાયતી પગલા લઈ તેના સારી ચાલ-ચલગતના જામીન લેવડાવવા જરૂરી હોય જેથી ફરીયાદી સરમણભાઈ તથા સાહેદ જીતેન્‍દ્રભાઈ આરોપી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ ને આ બાબતે સમજ કરવા જતા આરોપી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ એકદમ ઉશ્‍કેરાઈ જઈને ગાળો આપી જામીન આપવાની મનાઈ કરી ઝપાઝપી કરી તે દરમ્‍યાન આરોપી આકાશ વિપુલભાઈ ધવલ આવી આરોપી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ ને લઈ જશો તો હું ફીનાઈલ પી લઈ નામ લખાવવાની ધમકી આપી ગાળો આપવા લાગેલ આ દરમ્‍યાન આરોપી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ પોતાના હાથમં પથ્‍થર લઈ ઝપાઝપી કરતા હોય જેને સાહેદ જીતેન્‍દ્રએ પકડી રાખેલ હોય ત્‍યારે આરોપી  આકાશ વિપુલભાઈ ધવલ એ ફરીયાદી સરમણભાઈને ગાળો આપી ઝપાઝપી કરી તથા આરોપી સુનિલ ઉર્ફે ધમો ના પત્‍નીએ ગાળો આપી કહેતા હોય કે જો તમે સુનીલને લઈ જશો તો અમે દવા પી લેશુ અને તમારા વિરૂઘ્‍ધ ફરીયાદ કરશું તેવી ધમકી આપી તથા આરોપી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ એ સાહેદ જીતેન્‍દ્રનો કોલર પકડી એક ઝાપટ મારતા સાહેદ તથા આરોપી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ પડી જતા આરોપી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ ને કપાળના ભાગે લોહી નીકળવા લાગેલ આમ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ફરીયાદી એ.એસ.આઈ.સરમણભાઈ તથા હેડ કોન્‍સ. જીતેન્‍દ્રભાઈ સોચા ની સરકારી ફરજમાં રૂકાવટ કરી ગુનો કરેલ છે.

 રનફેર નામનો જુગાર રમતો

શખ્‍સ ઝડપાયો : એક ફરાર

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ.ખોડુભા કનુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હવાઈ ચોક, મુકેશ ઘુઘરાવાળી ગલીમાં ભવાની પાનની સામે આરોપી હરેશ જોઈથરામ આડવાણી એ પોતાના મોબાઈલમાં મેચના રનફેર તથા હારજીતના સોદાઓ પાડી રોકડા રૂ.૩૭પ૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧, કિંમત રૂ.૩,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૭પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ૮૭પ૮૯ ૩૩ર૭૯ વાળાએ કપાત કરતા તેની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બેડીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

બેડી મરીન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કેતનભાઈ પબાભાઈ ગાગલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩-૪-ર૦ર૪ના રાશનપરા અખ્‍તર રજા ચોક બેડીમાં આરોપીઓ મોહસીન કાસમ સુંભણીયા, અકબર અનવર ભોકલ જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧પપ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગળાફાંસો ખાઈ આયખું ટુંકાવ્‍યું

અહીં ગોકુલનગર શેરી નં.૧ર માં રહેતા રમેશ મનજીભાઈ ચૌહાણ, ઉ.વ.૪પ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  દયાબેન વા/ઓ. સંજયભાઈ ચૌહાણ, ઉ.વ.ર૦ વાળા એ પોતાના ઘરે રૂમની છતના પાઈપમા દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ જતા મરણ થયેલ છે.

બિમારી સબબ વૃઘ્‍ધનું મોત

કાલાવડ ગામે કૈલાશનગર સામે કોળી પા માં રહેતા નિલેશભાઈ રાજુભાઈ મકવાણા, ઉ.વ.ર૬ વાળા એ કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં મરણજનાર રાજુભાઈ ગાડુભાઈ મકવાણા, ઉ.વ.૬૦ વાળા ને છેલ્લા એકાદ વર્ષથી બીમાર હોય અને લોહીની ઉલ્‍ટીઓ થતી હોય અને વધુ તબીયત બગડતા બેભાન થઈ જતા સારવારમાં લાવતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

વધુ રકમની માંગણી કરી માર માર્યો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં વિવેકભાઈ પ્રવિણભાઈ નંદા, ઉ.વ.૩૮, રે. હવાઈ ચોક પાસે શ્રીજી એપાર્ટમેન્‍ટ વીંગ નં.ડી વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  ફરીયાદી વિવેકભાઈએ આરોપી અનિરૂઘ્‍ધસિંહ પીંગળ પાસેથી બે લાખ રૂપિયા ઉછીના લીધેલ હોય અને જે ફરીયાદી વિવેકભાઈએ પરત આપી દીધેલ હોય છતા પણ હજુ રૂપિયા દેવાના છે તેવુ કહી અને ફરીયાદી વિવેકભાઈને સત્‍યાંઈ સ્‍કુલ પાસે બોલાવતા ફરીયાદી વિવેકભાઈ જતા આરોપીઓ અનીરૂઘ્‍ધસિંહ પીંગળ તથા બે અજાણ્‍યા ઈસમો ઉશ્‍કેરાઈ જઈ અને ગાળા ગાળી કરી આરોપી અનીરૂઘ્‍ધસિંહ તથા અજાણ્‍યા આરોપીએ ફરીયાદી વિવેકભાઈને લાકડાના ધોકા વડે માથાના ભાગે તથા આંખના ભાગે તથા વાસાના ભાગે મુંઢ ઈજા કરી તથા અન્‍ય અજાણ્‍યા ઈસમે શરીરે મુંઢ માર મારી ગુપ્‍ત ભાગે મુંઢ માર મારી ઈજા કરી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

ઝાખર ગામે ર૦ બોટલ

સાથે બે શખ્‍સો ઝડપાયા

મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. સુખદેવસિંહ ધીરૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ઝાખર ગામ ગૌશાળાની બાજુમાં આરોપી જયરાજસિંહ રણજીતસિંહ રાઠોડ તથા ધર્મેરાજ મંગળસિંહ વાઘેલા દારૂની બોટલ નંગ-ર૦, કિમંત રૂ.૧૦,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:53 pm IST)